બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

મોરવાહડફ ખાતે શિવસેના સુપ્રીમો ઉદ્વવ ઠાકરેના જન્મદિવસ નિમીત્તે વૃક્ષારોપણ કરાયૂ

પંચમહાલ જીલ્લાના મોરવા હડફ ખાતે શિવસેનાના પ્રમુખ અને મહારાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેના ના જન્મ દિવસની ઉજવણી  નિમિત્તે વૃક્ષારોપણ કરવામા આવ્યુ હતુ.

     
પંચમહાલ- મહિસાગર જીલ્લાના પ્રમુખ લાલાભાઈ ગઢવીના માર્ગદર્શન હેઠળ શિવસેનાના સુપ્રિમો અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેના ૬૧માં જન્મ દિવસની ઉજવણી કરવામા આવી હતી.જેમા શિવસૈનિકોએ કેકકાપીને એક બીજાને મોઢુ મીંઠુ કરાવીને જન્મદિવસની ઉજવણી કરી હતી. સાથે સાથે પર્યાવરણ શુધ્ધ  રહે તેવા શુભઆશય સાથે મોરવા ખાતે આવેલી સરકારી વિનયન કોલેજના કંપાઉન્ડમા વૃક્ષારોપણ કર્યુ હતુ. શિવસૈનિકોએ વિવિધ જાતના વૃક્ષોની રોપણી કરી હતી. શિવસૈનિકો ચેતનભાઈ બારિયા, રવિભાઈ વણઝારા, રાહુલભાઈ બારિયા,જીગરભાઈ મહેન્દ્રભાઈ સહીતનાઓ હાજર રહીને કાર્યક્રમ શાંતિપુર્ણ માહોલમા સફળ બનાવ્યો હતો.