હાલોલ: કોંગ્રેસના મહિલા અગ્રણી મૂક્તિ જાદવ આમ આદમી પાર્ટીમાં જોડાયા
પંચમહાલ જીલ્લાના પ્રમુખ દિનેશ બારીઆની એક બેઠક હાલોલ ખાતે યોજાઈ હતી.જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી જયેશભાઇ સંગાડા તથા જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકની શરૂઆત જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆના હસ્તે દિપ પ્રગટાવીને કરવામાં આવી.મિટિંગમાં હાલોલ તાલુકા પ્રમુખ તરીકે યુવા લીડર વિશાલ જાદવની નિયુક્તિ કરવામાં આવી તેમજ હાલોલના મહિલા લીડર મુક્તિ જાદવ ને પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીમાં જિલ્લા મહામંત્રી તરીકે નિમણૂંક જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆ દ્વારા કરવામાં આવી.
જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ જણાવ્યું હતું કે, પંચમહાલ જિલ્લામાં આમ આદમી પાર્ટીનું કદ દિન પ્રતિદિન વધતું જોવા મળી રહ્યું છે. કાર્યકરો દ્વારા પાર્ટીનો પ્રચાર અને પ્રસારની કામગીરી પુર જોશમાં કરવામાં આવી રહી છે. જિલ્લામાં ૧૬૦૦ કાર્યકરો પાર્ટીના પ્રચાર અને પ્રસારની કામગીરી કરી રહ્યા છે અને જિલ્લામાં એક લાખ થી વધારે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ત્યારે હવે આપણે કહી શકીએ છીએ કે, મતદારો પણ અમારા છે અને મત પણ અમારા છે તેથી જીત પણ અમારી છે. એમ કહી કાર્યકરોને તેઓની કામગીરીને બિરદાવી હતી.
નવ નિયુક્ત પદાધિકારીઓને શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતા.આવનારી ૧૫ મી ઑગસ્ટ ના રોજ "આપની વાત, આપની સાથે" કાર્યક્રમ યોજવામાં આવશે જેમાં દરેક તાલુકામાં એક સાથે પચાસ કેન્દ્ર પર કરવામાં આવશે એમ સમગ્ર જિલ્લામાં સાડા ત્રણસો ગામોમાં આમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે એમ જણાવ્યું હતું.પ્રદેશ સંગઠન મંત્રી જયેશભાઇ સંગાડાજીએ પાર્ટી વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
કાર્યક્રમનું સફળ સંચાલન જિલ્લા ઉપ પ્રમુખ હિંમતસિંહ પરમારે કર્યું હતું. આજની મિટિંગમાં ગોધરા, કાલોલ, ઘોઘંબા, જાંબુઘોડા તાલુકાના પ્રમુખશ્રીઓ, ઝોનના પદાધિકારીઓ તથા જિલ્લાના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.