શહેરા: અણીયાદ થી ગુણેલી - કોઠંબા વિસ્તાર તરફ જતા રોડ સાઇડ પર મસ મોટી તિરાડો
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના અણીયાદ થી ગુણેલી- કોઠંબા તરફ જતો આ રસ્તો હાલમાં જ નવીનીકરણ કરવામાં આવ્યો હોય તેને લગભગ એક વર્ષ પણ પૂર્ણ થયું નથી.તેમ ગ્રામજનોનૂ કહેવૂ છે.આ રસ્તાનો ઉપયોગ ઘણા આસપાસના લોકો અવરજવર માટે કરે છે.હાલમા પડેલા વરસાદે રસ્તાના વિકાસની પોલ ખોલી છે અને આ રસ્તા ઉપર જતા ગુણેલી તળાવના અમણા પાસે રસ્તા ઉપર વધારે વરસાદ પડવાના કારણે રસ્તાનું ધોવાણ થયું છે. એ અકસ્માતને નોતરી શકે તેમ છે.
આ ધોવાણ થયેલા રસ્તાનું રીપેરીંગ કામ નહીં કરાવે તો અહીં અકસ્માત સર્જાવાનો ભય રહેલો છે કેમ કે અહીંથી સવારથી મોડી સાંજ સુધી ઘણા બધા રાહદારીઓ અને બસો તથા અનેક પ્રાઈવેટ વાહનો અવરજવર કરતા હોય છે. જો આજ જગ્યાએ બનવાકાળ જો કોઈ દુર્ઘટના સર્જાઈ તેવા સંજોગો ઊભા થયાછે.તંત્ર સમારકામ કરે તે જરૂરી છે.