પંચમહાલના ગાયક કલાકાર અને અભિનેતા સંજુ પટેલ દ્વારા આમ આદમી પાર્ટીનું ગીત લોન્ચ કરવામાં આવ્યું.
પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની એક બેઠક જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆની અધ્યક્ષતામાં રાખવામાં આવી હતી. જેમાં પ્રદેશ સંગઠન મંત્રી સહિત જિલ્લામાંથી તમામ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આજની મિટિંગમાં પંચમહાલ જિલ્લાના શ્રેષ્ઠ ગાયક કલાકાર, અભિનેતા, ગીતકાર અને નિર્દેશક તરીકે કામ કરતા સંજુ પટેલ (મેક્ષ) દ્વારા આમ આદમી પાર્ટીના પ્રચાર અને પ્રસારના હેતું થી એક ગીત " એક મોકો આપને" ના ટાઇટલ વાળું બનાવવામાં આવ્યું હતું જે ગીતનું આજે પ્રદેશ સંગઠન મંત્રી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું.
ઉપસ્થિત સૌ કાર્યકરોએ આ ગીત સાંભળ્યું હતું ગીતકાર તરીકે સંજય પટેલ કે જેઓ પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા બક્ષીપંચ સમિતિના જીલ્લા પ્રમુખ તરીકે જવાબદારી પણ સંભાળે છે.
આ સંદર્ભમાં જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ તેઓની શ્રેષ્ઠ કામગીરી અને યોગદાન બદલ બિરદાવ્યા હતા અને અભિનંદન આપ્યા હતા સાથે સાથે ઉપસ્થિત સૌ કાર્યકરોને જણાવ્યું હતું કે આપ સૌ પણ પાર્ટીના પ્રચાર અને પ્રસાર માટે પોત પોતાનું યોગદાન આપો એમ કહીને સૌને આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા એ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
આજના પ્રસંગે જિલ્લા સંગઠન મંત્રી દર્શન વ્યાસ, ઉપ પ્રમુખ હિંમતસિંહ પરમાર, દયાલભાઇ આહુજા, મહામંત્રી પ્રવિણભાઈ રાઠવા, અર્જુનસિંહ બારીઆ, જિલ્લા શિક્ષણ સમિતિના પ્રમુખ પ્રો.ડૉ. જગદીશચંદ્ર માછી, જિલ્લા મહિલા પ્રમુખ આનંદીબેન બારીઆ, ઉપ પ્રમુખ ઉન્નતિ પરમાર, જિલ્લા યુવા પ્રમુખ વિનેશ પટેલીયા, ઝોન કિસાન પ્રમુખ અરવિંદભાઈ માછી, ઝોન યુવા પ્રમુખ ભરતભાઇ રાઠવા, ઝોન માઇનોરીટી પ્રમુખ મહેબુબ બક્કર, જિલ્લા સહમંત્રી દિનેશ જાદવ, સહ સંગઠન મંત્રી કૃણાલ ચૌહાણ, વખતસિંહ બારીઆ તથા ગોધરા તાલુકા પ્રમુખ મનંતભાઇ પટેલ, ગોધરા શહેર પ્રમુખ અજય વસંતાની, ઘોઘંબા તાલુકા પ્રમુખ અર્જુનસિંહ બારીઆ, કાલોલ તાલુકા પ્રમુખ અજયસિંહ ચૌહાણ, જાંબુઘોડા તાલુકા પ્રમુખ જયેશ બારીઆ, કાલોલ તાલુકા ઉપ પ્રમુખ અરવિંદભાઈ પટેલ, મહામંત્રી રાજેન્દ્રસિંહ રાઠોડ, મહિલા ઉપ પ્રમુખ નિત્યા પટેલ, જિલ્લા પ્રચાર સામગ્રી પ્રમુખ નૈમિષા વ્યાસ, ઘોઘંબા તાલુકા કિસાન સમિતિના સભ્ય જગદીશભાઈ બારીઆ,
હાલોલ તાલુકા પૂર્વ પ્રમુખ હિતેશભાઈ પરમાર, તાલુકા મહામંત્રી રાજેશભાઈ ચાવડા, શહેર પ્રમુખ અનિરુદ્ધ સિંહ, પ્રણવભાઈ પટેલ, દિનેશભાઇ ખ્રિસ્તી, દિનેશભાઇ યાદવ, લક્ષ્મણસિંહ પરમાર, સતિષભાઈ રાઠવા, ધર્મેન્દ્ર સોલંકી સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ફોટોસોજન્ય આમ આદમી પાર્ટી પંચમહાલ