પી વી સિંધુએ ઓલિમ્પિકસમાં બ્રોન્ઝ મેડલ જીતી રચ્યો ઇતિહાસ
પી વી સિંધુએ ટોક્યો ઓલિમ્પિકસમાં ઈતિહાસ રચ્યો. તેણે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. સિંધુ ઓલિમ્પિકસમાં સતત બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે. ભારત માટે ટોક્યો ઓલિમ્પિકસમાં આ બીજો મેડલ છે. સિંધુની આ ઉપલબ્ધિથી સમગ્ર દેશમાં ખુશીને લહેર છવાઈ છે.
સિંધુએ ચીનની બિંગજિયાઓને 21-13, 21-15 થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો. ટોક્યો ઓલિમ્પિકસમાં ભારતીય બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ બ્રોન્ઝ મેડલ મેચમાં ચીનની હી બિંગ ઝિયાઓ સામે મેચ જીતી ગઈ છે. વિશ્વની નંબર -7 સિંધુને આ મેચ જીતવામાં કોઈ સમસ્યા નહોતી નડી અને તેણે આ મેચ માત્ર 52 મિનિટમાં જીતી લીધી હતી.