બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ઓલિમ્પિક્સ: 41 વર્ષ બાદ ભારતીય ટીમ પહોંચી સેમિફાઈનલમાં

ટોક્યો ઓલિમ્પિક્સમાં આજે પુરૂષ હોકીમાં રમાયેલી ગ્રુપ મેચમાં ભારત અને ગ્રેટ બ્રિટન વચ્ચે ક્વાર્ટર ફાઇનલ મુકાબલો રમાયો હતો. આ મેચમાં ભારતીય હોકી ટીમના ખેલાડીઓએ પોતાનું ઉત્કૃષ્ઠ પ્રદર્શન દર્શાવીને 3-1થી ગ્રેટ બ્રિટનની ટીમને હરાવી હતી. પ્રથમ ક્વાર્ટરમાં ભારતીય ટીમે 1-0, બીજા ક્વાર્ટરમાં 2-0 અને ત્રીજા ક્વાર્ટરમાં 2-1 અને ચોથા ક્વાર્ટરમાં ભારતે ત્રીજો ગોલ કરીને ગ્રેટ બ્રીટનને 3-1થી હરાવ્યું હતું. આ મેચમાં પેહલો ગોલ દિલપ્રીત સિંહ, બીજો ગોલ ગુર્જનંત સિંહ અને ત્રીજો ગોલ હાર્દિક સિંહે કર્યો હતો.

1980ના વર્ષની ઓલિમ્પિક ગેમોમાં ભારતીય પુરુષ હોકીની ટીમે સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યુ હતું ત્યાર બાદ હવે 41 વર્ષ બાદ ભારત હોકીની સેમિફાઈનલ મેચમાં પહોંચ્યું છે.

ટોક્યો ઓલિમ્પિકની પુરુષ હોકીની ગ્રુપ મેચોમાં ભારતની ટીમે 5 માંથી 4 મુકાબલા જીતી લીધા છે. ગ્રેટ બ્રિટન સામે ભારતીય ટીમની જીત બાદ હવે સેમિફાઈનલ મેચ 3જી ઓગસ્ટના રોજ બેલ્જિયમની ટીમ સામે રમાશે. તો સેમિફાઈનલ મુકાબલાની બીજી મેચ ઓસ્ટ્રેલિયા અને જર્મની વચ્ચે રમાશે.