બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

હાલોલ: રાજ્યકક્ષા મંત્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને વિનામૂલ્યે અન્ન વિતરણ કાર્યક્રમ યોજાયો.

       સુશાસન ઉજવણીના શ્રેણીબંધ કાર્યક્રમો પૈકી આજે પંચમહાલ જિલ્લામાં જરૂરિયાતમંદ પરિવારોને અન્ન વિતરણના શ્રેણીબદ્ધ કાર્યક્રમ યોજાયા હતા. હાલોલ નગરપાલિકા હોલ ખાતે રાજ્યકક્ષા મંત્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત વિનામૂલ્યે અનાજ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ સાથે જ જિલ્લાના  379 જેટલા એફ.પી.એસ. કેન્દ્રો પરથી લાભાર્થીઓને વિના મુલ્યે અનાજ વિતરણનો પણ શુભારંભ કરવામાં આવ્યો હતો. 


આ પ્રસંગે મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે જે દેશમાં કોઈ અતિથી, કોઈ મુલાકાતીને ઘરેથી ભૂખ્યો ન જવા દેવાની ઉજ્જવળ પરંપરા છે તેને અનુસરતા દરેક જરૂરિયાતમંદ નાગરિકને અન્ન સલામતી પૂરી પાડવાના નિર્ધાર સાથે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત રાજ્યભરમાં 17,000 સ્થળોએ વિનામૂલ્યે અન્ન વિતરણનો દેશમાં આ સૌપ્રથમ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.  એન.એફ.એસ.એ. અંતર્ગત કરવામાં આવેલી વ્યવસ્થા અંગે વાત કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે દિવ્યાંગો, ગંગા સ્વરૂપા મહિલાઓ, નિરાધાર વૃદ્ધો જેવા કોઈ પણ જરૂરિયાતમંદ લોકો રાત્રે ભુખ્યા ન સૂવે તેની દરકાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળ સરકારે કરી છે. ડી.બી.ટી દ્વારા વચેટીયાઓ નાબુદ થતાં લાભાર્થીને સીધો જ લાભ ઉપલબ્ધ બનતો થયો છે. વર્ષોથી કરવામાં આવતા અનાજ વિતરણમાં ઉઠેલી અનેક ફરિયાદો દૂર કરી જરૂરિયાતમંદ લોકોને તેના અધિકારનું અનાજ સમયસર મળી રહે તે પ્રકારની પારદર્શક વ્યવસ્થા સરકારે ઉભી કરી છે.


     જનસુખાકારીની નેમ જેના હૈયે વસેલી છે તેવી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની આગેવાનીવાળી રાજ્ય સરકારના પાંચ વર્ષ નિમિત્તે ઉજવણી નથી કરાઈ રહી પરંતુ પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાઓ અને લાભો અંતર્ગત મહત્તમ લોકોને આવરી શકાય તે માટે આ પ્રકારના સેવાકાર્યો યોજાઈ રહ્યા છે તેમ  પટેલે ઉમેર્યું હતું. કોરોના દરમિયાન સરકારશ્રીએ કરેલી કામગીરી વિશે વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે આટલી વિશાળ વસ્તી હોવા છતા વિશ્વના અનેક દેશોની તુલનામાં આપણા દેશમાં કોરાનાનો પ્રભાવ ન્યૂનત્તમ રાખવામાં સરકારના પ્રયાસો સફળ રહ્યા છે. અનેક વિકાસ કાર્યો સાથે દરેક વર્ગનું ધ્યાન રાખી ગુજરાત મોડેલ રાજ્યનું સ્થાન પ્રાપ્ત કરી દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

 
કાર્યક્રમમાં પ્રધાનમંત્રી વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા તેમજ પ્રધાનમંત્રીએ આ યોજનાના વિવિધ લાભાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો. અન્નોત્સવ પ્રસંગે મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઇ પટેલના દાહોદ ખાતેના કાર્યક્રમનું જીવંત પ્રસારણ રજૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે હાલોલ ખાતે મહાનુભાવોના હસ્તે પ્રતીકરૂપે 20 લાભાર્થીઓને રાશનકીટ અર્પણ કરાઇ હતી. આ સાથે જ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામૂલ્યે અન્ન વિતરણનો પણ શુભારંભ થયો હતો, જે અંતર્ગત જિલ્લાની 379 વાજબી ભાવની દુકાન પૈકી પ્રત્યેક દુકાન પરથી લાભાર્થીઓને પ્રતિ વ્યક્તિ 3.5 કિ.ગ્રા ઘઉં તથા 1.5 કિ.ગ્રા ચોખા મળી કુલ 05 કિ.ગ્રા. અનાજનો જથ્થો વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. આ પ્રસંગે  જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારી  અર્જુનસિંહ રાઠોડ, પોલિસ અધિક્ષક ડો. લીના પાટિલ સહિતના વરિષ્ઠ અધિકારીઓ તેમજ જિલ્લા અગ્રણીશ્રી સંયુકતા મોદી, તાલુકા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ સહિતના સ્થાનિક આગેવાનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

*હાલોલ નગરપાલિકા ખાતે  મંત્રીઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને વિનામૂલ્યે અન્ન વિતરણ કાર્યક્રમ

ગોધરા, માહિતી બ્યુરોઃ સુશાસન ઉજવણીના શ્રેણીબંધ કાર્યક્રમો પૈકી આજે પંચમહાલ જિલ્લામાં જરૂરિયાતમંદ પરિવારોને અન્ન વિતરણના શ્રેણીબદ્ધ કાર્યક્રમ યોજાયા હતા. હાલોલ નગરપાલિકા હોલ ખાતે રાજ્યકક્ષા મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત વિનામૂલ્યે અનાજ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ સાથે જ જિલ્લાના  379 જેટલા એફ.પી.એસ. કેન્દ્રો પરથી લાભાર્થીઓને વિના મુલ્યે અનાજ વિતરણનો પણ શુભારંભ કરવામાં આવ્યો હતો. 

આ પ્રસંગે મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે જે દેશમાં કોઈ અતિથી, કોઈ મુલાકાતીને ઘરેથી ભૂખ્યો ન જવા દેવાની ઉજ્જવળ પરંપરા છે તેને અનુસરતા દરેક જરૂરિયાતમંદ નાગરિકને અન્ન સલામતી પૂરી પાડવાના નિર્ધાર સાથે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત રાજ્યભરમાં 17,000 સ્થળોએ વિનામૂલ્યે અન્ન વિતરણનો દેશમાં આ સૌપ્રથમ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.  એન.એફ.એસ.એ. અંતર્ગત કરવામાં આવેલી વ્યવસ્થા અંગે વાત કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે દિવ્યાંગો, ગંગા સ્વરૂપા મહિલાઓ, નિરાધાર વૃદ્ધો જેવા કોઈ પણ જરૂરિયાતમંદ લોકો રાત્રે ભુખ્યા ન સૂવે તેની દરકાર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળ સરકારે કરી છે. ડી.બી.ટી દ્વારા વચેટીયાઓ નાબુદ થતાં લાભાર્થીને સીધો જ લાભ ઉપલબ્ધ બનતો થયો છે. વર્ષોથી કરવામાં આવતા અનાજ વિતરણમાં ઉઠેલી અનેક ફરિયાદો દૂર કરી જરૂરિયાતમંદ લોકોને તેના અધિકારનું અનાજ સમયસર મળી રહે તે પ્રકારની પારદર્શક વ્યવસ્થા સરકારે ઉભી કરી છે.


     જનસુખાકારીની નેમ જેના હૈયે વસેલી છે તેવી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને ઉપમુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલની આગેવાનીવાળી રાજ્ય સરકારના પાંચ વર્ષ નિમિત્તે ઉજવણી નથી કરાઈ રહી પરંતુ પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાઓ અને લાભો અંતર્ગત મહત્તમ લોકોને આવરી શકાય તે માટે આ પ્રકારના સેવાકાર્યો યોજાઈ રહ્યા છે તેમ શ્રી પટેલે ઉમેર્યું હતું. કોરોના દરમિયાન સરકારશ્રીએ કરેલી કામગીરી વિશે વાત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આટલી વિશાળ વસ્તી હોવા છતા વિશ્વના અનેક દેશોની તુલનામાં આપણા દેશમાં કોરાનાનો પ્રભાવ ન્યૂનત્તમ રાખવામાં સરકારના પ્રયાસો સફળ રહ્યા છે. અનેક વિકાસ કાર્યો સાથે દરેક વર્ગનું ધ્યાન રાખી ગુજરાત મોડેલ રાજ્યનું સ્થાન પ્રાપ્ત કરી દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

 
કાર્યક્રમમાં પ્રધાનમંત્રીશ્રી વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા તેમજ પ્રધાનમંત્રીશ્રીએ આ યોજનાના વિવિધ લાભાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો. અન્નોત્સવ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના દાહોદ ખાતેના કાર્યક્રમનું જીવંત પ્રસારણ રજૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે હાલોલ ખાતે મહાનુભાવોના હસ્તે પ્રતીકરૂપે 20 લાભાર્થીઓને રાશનકીટ અર્પણ કરાઇ હતી. આ સાથે જ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામૂલ્યે અન્ન વિતરણનો પણ શુભારંભ થયો હતો, જે અંતર્ગત જિલ્લાની 379 વાજબી ભાવની દુકાન પૈકી પ્રત્યેક દુકાન પરથી લાભાર્થીઓને પ્રતિ વ્યક્તિ 3.5 કિ.ગ્રા ઘઉં તથા 1.5 કિ.ગ્રા ચોખા મળી કુલ 05 કિ.ગ્રા. અનાજનો જથ્થો વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. આ પ્રસંગે  જિલ્લા કલેક્ટરશ્રી સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્જુનસિંહ રાઠોડ, પોલિસ અધિક્ષક ડો. લીના પાટિલ સહિતના વરિષ્ઠ અધિકારીઓ તેમજ જિલ્લા અગ્રણીશ્રી સંયુકતા મોદી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી મહેન્દ્રસિંહ સહિતના સ્થાનિક આગેવાનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.