બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

પાનમના જગંલોમાં ચોમાસાની ૠતુમાં જોવા મળતો લીલારંગનો ડોલન કાચીંડો

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પૂર્વોત્તર વિસ્તારમાં આવેલા પાનમના જંગલમાં ચોમાસામાં લીલા કલરનો એક કાચિંડો જોવા મળે છે જેને અંગ્રેજીમાં કેમેલિયોન પણ કહેવામાં આવે છે.તે ડોલતો ડોલતો ચાલતો હોવાથી તેને ગ્રામીણ વિસ્તારમાં આ ડોલન  કાચિંડા તરીકે ઓળખવામા આવે છે. 


પાનમના જંગલમાં હાલમા વરસાદ પડવાને કારણે લીલીછમ વનરાજી વ્યાપી ગઈ છે.ત્યારે જંગલમાં અનેક પ્રકારના સરિસૃપો રહેતા હોય છે. તેમાંનો એક ડોલન કાંચિડો ચોમાસામાં જોવા મળતો હોય છે.આ કાચિંડો પોતાની જીભ લાબી કરીને શિકાર કરતો હોય છે.વૃક્ષ પર  ઉપર બેઠો હોય તો તે નરી આંખે જોઇ શકાતો નથી. સાથે સાથે તે પોતાને અનુકૂળતા પ્રમાણે  શરીરનો રંગ પણ બદલે છે આવા કાંચીડા પ્રકૃતિ પ્રેમીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.