સાપુતારા: આપણું હિલ સ્ટેશન
ગુજરાત રાજયના એક માત્ર હિલ સ્ટેશન તરીકે જાણીતું ગિરીનગર સાપુતારા ડાંગ જિલ્લામાં સાહ્યિદ્વી પર્વતમાળાઓ વચ્ચે આવેલું છે. સાપુતારાનો વિસ્તાર ૧૭૨૫ ચો.કિ.મી. સુધી પથરાયેલો છે. સાપુતારા સમુદ્રની સપાટીએથી ૮૭૩ મીટરની ઊંચાઇએ આવેલું છે. અહીં વહેતી સર્પગંગા નદીના તટ ઉપર અંકિત થયેલી સર્પની આકૃતિના કારણે આ સ્થાનનું નામ સાપુતારા પડેલું છે એવું કહેવામાં આવે છે.
સાપુતારાનું હવામાન એકદમ ખુશ્નુમા છે અને હંમેશા રહે છે. ગરમીની ઋતુમાં પણ અહી તાપમાન ૨૮ ડિગ્રી સેલ્શિયસથી વધારે હોતું નથી. સાપુતારા આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે જઇ શકાય પણ ત્યાં જવા માટેનો શ્રેષ્ઠ સમય માર્ચ અને નવેમ્બર મહિના વચ્ચેનો છે. ડુંગરાળ વિસ્તારને કારણે સાપુતારામાં રસ્તાઓ સર્પાકારે આવેલા છે. સાપુતારા હિલસ્ટેશન ખુબ જ સુંદર તળાવો, બગીચાઓ માટે પ્રખ્યાત છે. ડાંગ જિલ્લામાં વાંસના જંગલો આવેલા છે તેથી અહીં હાથ બનાવટની વાંસની સુંદર વસ્તુઓની બજાર વિશેષ છે.
ડાંગ જિલ્લામાં વસતા આદિવાસીઓ ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ વિસ્તારમાં સાપ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. ગામડાઓમાં વસતા લોકો પ્રસંગોપાત સાપની પુજા કરે છે. સ્વયંભૂ અંકિત થયેલી સર્પની આકૃતિની પૂજા-અર્ચના કરીને અહીંનો સમાજ હોળી તથા અન્ય બધા જ પર્વોની ઉજવણી કરે છે. હોળીના સમયે ત્યાંના આદિવાસીઓનું નૃત્ય માણવાલાયક હોય છે. કુદરતની વાત કરીએ તો સાપુતારામાં સુર્યોદય અને સુર્યાસ્ત નયનરમ્ય હોય છે અને એ સમયે સુર્ય આપણી એકદમ નજીક આવી ગયો હોય એવું અદ્ભૂત દ્રશ્ય જોવા મળે છે.
સાપુતારા અમદાવાદથી ૪૨૦, ભાવનગરથી ૫૮૯, રાજકોટથી ૬૦૩, સુરતથી ૧૭૨, નાસીકથી ૮૦, મુંબઇથી ૧૮૫ અને ભુજ શહેરથી ૭૭૪ કિ.મી.ના અંતરે આવેલું છે. સાપુતારામાં વધઇ અને મહાલનું ડીપ ફોરેસ્ટ, ગીરા અને ગીરમાલનો ધોધ, સાપુતારા લેક અને ગાર્ડન, પૂર્ણા વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી, શબરીધામ તેમજ પાંડવ ગુફા, વાસંદાનો નેચરપાર્ક, નાગેÅવર મહાદેવનું મંદિર, ઇકો પોઇન્ટ અને રોપ વે, ફોર્ટ તેમજ આટિર્સ્ટ વિલેજ, વેલી વ્યુ પોઇન્ટ જેવા જોવાલાયક સ્થળો છે.
સાપુતારામાં આવેલી ઉંચી પર્વતમાળાઓ અને હરીયાળીઓની વચ્ચે આવેલા તળાવો અલૌકિક લાગે છે. તળાવોમાં બોટીંગની મજા અનોખી છે. સાપુતારામાં આવ્યા બાદ આપણને એવી અનુભૂતિ થાય કે જાણે આપણે કુદરતના ખોળામાં આવી ગયા હોય! સાપુતારાનું સરોવર માનવસ(જી