આપણે કેવા યુવાનો ઈચ્છીએ છીએ?
આજકાલ જેમના પણ બૌદ્ધિક સાંભળીએ તો એમાં મોટાભાગનાનો એક સુર હોય છે, આજે યુવાનો બગડી ગયા છે, યુવાનો કોઈના કહ્યામાં નથી રહ્યા, યુવાનો વ્યસની થઈ ગયા છે, યુવાનો દિશા વિહોણા છે....વગેરે વગેરે...
પણ મને એ નથી સમજાતું કે આપણે યુવાનો પાસે શું અપેક્ષા રાખીએ છીએ? કદાચ યુવાનો પાસે આપણે જે અપેક્ષા રાખીએ છીએ એ અપેક્ષા પૂર્ણ કરે એવા માર્ગદર્શનની આપણે વ્યવસ્થા કરી છે કે કેમ, એ આપણે પહેલાં વિચારવું રહ્યું.
હું સ્પષ્ટ માનું છું કે કોઈપણ યુવાન કે જે જીવનમાં આગળ વધવા ઈચ્છે છે એમનામાં નીચે મુજબના ગુણો તો હોવા જ જોઈએ.
1. નિયમિતતા (પોતાના દરેક નિશ્ચિત કરેલા કામોમાં નિયમિતતા.)
2. નિઃસ્વાર્થપણું (કોઈપણ કામ સ્વાર્થ વગર કરે એવી ભાવના.)
3. માન આપનાર (પોતાનાથી મોટાને માન અને નાનેરાઓને પ્રેમ આપનાર.)
4. મદદગાર (કોઈપણ વ્યક્તિને મદદ કરવા તત્પર રહે.)
5. નીડર (કોઈપણ પરિસ્થિતિમાં નીડર રહે.)
6. અભ્યાસુ (જે વિષયમાં આગળ વધવા ઈચ્છે છે એ વિષયોમાં પૂરતું જ્ઞાન.)
7. શારીરિક સજ્જતા (નિયમિત કસરત કરી શરીરને સુદ્રઢ બનાવે.)
8. પ્રામાણિક (જીવનના દરેક પગલે પ્રામાણિકતા અપનાવે.)
9. ધ્યેયનીષ્ઠ (જીવનમાં ધ્યેય નક્કી હોય અને એ પર પાડવામાં નિષ્ઠા રાખનાર.)
10. સામાજિક સમરસતાનો આગ્રહી (વર્તમાનમાં દેશની પ્રથમીમ જરૂરિયાત છે એટલે સામજીક સમરસતા પણ યુવાનના જીવનમાં દ્રષ્ટિગોચર થવી જોઈએ.)
ઉપરોક્ત ગુણો સિવાય પણ અનેક એવા ગુણો છે કે જે આજની યુવાન પેઢીમાં હોવા જોઈએ પણ એ હોવા માટે વડીલોએ શરૂઆત કરવી જ રહી. આવી પેઢીનું નિર્માણ થશે તો ભારત પરમવૈભવે જલદીથી પહોંચી જશે.