25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

દેશના આ રાજ્યમાં વધી રહ્યો છે ડેલ્ટા પ્લસ વેરિઅન્ટનો કહેર

દેશમાં ભલે કોરોનાનો કહેર ઓછો થયો હોય તેમ છતાં દેશના અનેક રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. તેવું જ કંઇક મહારાષ્ટ્રમાં કોરોનાના કેસને ચિંતાના સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રમ તેની સાથે જ ડેલ્ટા વેરિઅન્ટનો ભય પણ વધà«

Maharashtra , Maharashtra news, delta plus, india news, india
દેશમાં ભલે કોરોનાનો કહેર ઓછો થયો હોય તેમ છતાં દેશના અનેક રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. તેવું જ કંઇક મહારાષ્ટ્રમાં કોરોનાના કેસને ચિંતાના સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રમ તેની સાથે જ ડેલ્ટા વેરિઅન્ટનો ભય પણ વધેલો જોવા મળી રહ્યો છે. સોમવારના રાજ્યમાં ડેલ્ટા વેરિએન્ટના 10 દર્દીઓ સામે આવ્યા હતા. નવા દર્દીઓ આવ્યા બાદ રાજ્યમાં તેમની સંખ્યા વધીને 76 પહોંચી ગઈ છે. જેમાં મિરાજ કોલ્હાપુરમાં છ, રત્નાગિરીમાં ત્રણ અને સિંધુદુર્ગમાંથી એક કેસ સામે આવ્યો છે. આ દરમિયાન, ડેલ્ટા વેરિઅન્ટથી રાજ્યમાં પાંચ લોકોના મોત પણ નીપજ્યા છે.


રાજ્યમાં ડેલ્ટા વેરિએન્ટથી 76 દર્દીઓ પીડિત રહેલા છે, જેમાંથી 10 લોકોને કોરોના રસીના બંને ડોઝ આપવામાં આવ્યા હતા જ્યારે 12 લોકો દ્વારા માત્ર એક જ ડોઝ લેવામાં આવ્યો હતો. આ દર્દીઓમાં 39 મહિલાઓ અને નવ બાળકો સામેલ છે, તેમની ઉંમર 18 વર્ષથી ઓછી રહેલી છે.

તેની સાથે ડેલ્ટા વેરિએન્ટથી પીડાતા 39 દર્દીઓની ઉંમર 19 વર્ષથી 45 વર્ષ વચ્ચેની રહેલી છે. જ્યારે 19 લોકોની ઉંમર 46 થી 60 ની વચ્ચે રહેલી છે, જ્યારે નવ લોકોની ઉંમર 60 વર્ષથી ઉપર રહેલી છે. રાજ્ય સર્વેલન્સ ઓફિસર ડો પ્રદીપ અવટેએ જણાવ્યું હતું કે, "37 લોકોને હળવા ચેપગ્રસ્ત થયા છે."

ડેલ્ટા વેરિએન્ટને શોધવા માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા તપાસ ઝડપી બનાવવામાં આવી છે. CSIR દ્વારા 10,000 થી વધુ નમૂનાઓનું પરીક્ષણ કરાયું છે.  ડો. અવટેએ જણાવ્યું છે કે, "કોઈ પણ રાજ્યએ જીનોમિક સર્વેલન્સ માટે આટલા બધા નમૂનાઓ સક્રિય રીતે મોકલવામાં આવ્યા નથી અને પરિણામો ચિંતાજનક પરિસ્થિતિ સૂચવી રહ્યા નથી."

આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments