બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

પંચમહાલ એલસીબી પોલીસે પીકવાનમા લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો.

પંચમહાલ જીલ્લા એલસીબી પોલીસે લીલેસરા ચોકડી પાસે બાતમીના આધારે વોચ ગોઠવીને પીકઅપ વાનના ડાલામા લઇ જવાતો વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમની અટકાયત કરી ૪,૮૯,૧૨૦ લાખ રૂપિયાનો દારૂ સહિતનો મૂદ્દામાલનો જથ્થો ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પંચમહાલ જિલ્લા પોલીસ વિભાગ તરફથી દારૂની બદી નેસ્તનાબૂદ કરવા અને દારૂની હેરાફેરી કરનારાઓ સામે કડક પગલા ભરવા સુચનાઓ આપવામા આવી હતી.એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર કે.પી જાડેજાને બાતમી મળી હતી કે દાહોદ જીલ્લાના  સંજેલી તરફથી દારૂના જથ્થા ભરેલી ટાટા પીકઅપવાન  મોરવા હડફ થઈ સંતરોડ તરફથી હાલોલ તરફ જવા નીકળી છે આથી એલસીબી પીએસઆઈ આઈ.એ.સીસોદીયા તેમજ પોલીસ સ્ટાફ દ્રારા લીલેશરા ચોકડી પાસે વોચ ગોઠવામાં આવી હતી.બાતમીના વર્ણનવાળી ગાડી આવતા તેને રોકીને તપાસ કરવામાં આવતા પોલીસ પણ ચોકી ઉઠી હતી.ગાડીના પાછળના ડાલામાં દારૂની પેટીઓ ગોઠવેલી હતી. પોલીસે ગાડીના ચાલક દિનેશભાઈ નવલભાઇ પારગી રહે. બટકવાડા જી મહિસાગર ની અટક કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અન્ય એક આરોપી મોહસીન શેખ રહે ઘોઘાવાડા પાવાગઢ રોડ.તા હાલોલને વોન્ટેડ જાહેર કરવામા આવ્યો છે. એલસીબી પોલીસે ૪,૮૯,૧૨૦ લાખ રૂપિયાનો દારૂ સહિતનો મૂદામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.