બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ગુજરાતમાં AAP એક્શન મોડમાં, ટોરેન્ટ પાવરના અણધડ વહીવટ મુદ્દે ગુજરાત AAP દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો...

સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના કહેરને લઈને દરેક વેપાર ધંધા ઠપ થઈ ચૂક્યા છે જ્યારે બીજી બાજુ ટોરેન્ટ પવારના અણધડ વહીવટ અને નાગરિકોને પડતી મુશ્કેલી મુદ્દે ગુજરાત AAP દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો છે.

મળતી વિગતો અનુસાર ટોરેન્ટ પાવરના અણધડ બીલોના વહિવટ તથા નાગરિકોને પડતી મુશ્કેલીઓ મુદ્દે આપ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં વીજળી પૂરી પાડતી અને પોતાની મનમાની ચલાવતી ટોરેન્ટ પાવર કંપની દ્વારા કોરોના મહામારીના સમયમાં છેલ્લા ત્રણ મહિનાના બિલમાં ગરબડ કરી લોકોને લૂંટતી હોવાનો આરોપ આપ દ્વારા કરવામાં આવ્યો હતો.

આ સાથે જ આપના કાર્યકરોએ કનેક્શનના રિડીંગ કરી ભુલો સુધારવાની માગ પણ રાખી હતી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ જ ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે ત્યારબાદ ગુજરાતમાં આમ આદમી પાર્ટી સક્રિય જોવા મળી રહી છે.