બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

અમદાવાદમાં કયાં કયાં બજાર સાંજે 6 વાગ્યા બાદ થશે બંધ...જાણો સમગ્ર વિગત...

શહેરમાં કોરોના સંક્રમણ વધતાંની સાથે ફરી કોર્પોરેશનને સોશિયલ ડિસ્ટન્સ અને બજારો યાદ આવતાં કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન કરાવવાનું શરૂ કર્યું છે. શહેરના લો-ગાર્ડન વિસ્તારમાં આવેલું ચણિયા-ચોળીબજાર, પાથરણાબજાર બપોરે 12થી 6 જ ચાલુ રાખવા માટે કોર્પોરેશન તરફથી વેપારીઓને જાણ કરવામાં આવી છે.


 સાંજે 6 વાગ્યા બાદ લો-ગાર્ડન પાસે એકપણ વેપારી ધંધો કરી શકશે નહીં. સાંજે લો-ગાર્ડનબજારમાં મોટી સંખ્યામાં લોકો ઊમટી પડતા હતા, જેને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છેલો-ગાર્ડન ચણિયા-ચોળી અને પાથરણાબજાર સાંજે 6 પછી બંધ રહેશે. લો-ગાર્ડનમાં મોટી સંખ્યામાં લોકો ઊમટી પડતા હતા, જેને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો.