બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

This browser does not support the video element.

પરીક્ષા મામલે ગણતરીના કલાકોમાં જ સરકારનો યૂ-ટર્ન, કૉંગ્રેસે કર્યા પ્રહાર...

રાજયમાં કોરોનાની પરિસ્થિતિ વચ્ચે પરીક્ષાને લઈને અસમનજસ ભરી સ્થિતિ સર્જાઈ છે ત્યારે આજે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા આવતી કાલથી ગુજરાત  ટેક્નિકલ યુનિવર્સિટી સાહિત યુનિવર્સિટીની પરીક્ષા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે હવે કોરોનાની પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખી આ નિર્ણય પાછો લેવામાં આવ્યો છે અને પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.

આ સમગ્ર મામલે ગુજરાત કૉંગ્રેસના મુખ્ય પ્રવકતા મનીષ દોશીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેઓએ પ્રતિક્રિયા આપતા સરકાર પર નિશાનો પણ સાધ્યો છે. મહત્વનું છે કે પરીક્ષા રદ કરવાની માંગ સાથે છેલ્લા કેટલાક દિવસથી nsui દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનિય છે કે આજે યોજાયેલી કેબિનેટ બેઠકમાં સરકાર દ્વારા યુનિવર્સિટીની પરીક્ષા યોજવાનો નિર્ણય ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા લેવામાં આવ્યો હતો પરંતુ ગણતરીના કલાકોમાં જ સરકારે યુ ટર્ન લઈ લીધો છે.. મહત્વનું છે કે કોરોનાના કપરા કાળમાં આવતીકાલથી પરીક્ષા શરૂ થવાની હતી પરંતુ હવે તમામ પરીક્ષા રદ કરી દેવાઈ છે.