બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

CNG કારમાં આગ લાગતા પરિવારના 3 જણા જીવતા ભૂંજાયા..કોણ હતો અને કયાં નો હતો પરિવાર જાણો વિગત..

અમદાવાદનો એક પરિવાર અંબાજી દર્શન કરવા માટે કારમાં સવાર થઈને નીકળ્યા હતા. ત્યારે ખેરાલુ હાઈવે પાસે કારમાં આગ ફાટી નીકળતા ત્રણ જણા કારમાં જ જીવતા ભૂંજાયા હતા. તો કારચાલક સહિત એક મહિલાને બચાવી લેવાયા હતા, જેઓને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. 

અમદાવાદમાં રહેતો પટેલ પરિવાર આજે અંબાજી દર્શન કરવા નીકળ્યો હતો. પટેલ પરિવાર મૂળ વડનગરના કરબટિયા ગામનો વતની છે. ત્યારે વહેલી સવારે પરિવારના પાંચ સદસ્યો અંબાજી દર્શન કરવા નીકળ્યા હતા. ત્યારે ખેરાલુ હાઈવે પર  GJ01KR1531 નંબરની તેમની કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. કાર સીએનજી હતી, એટલે વધુ આગ પકડાઈ હતી, અને કાર બેકાબૂ બની જતા વૃક્ષ સાથે અથડાઈ હતી. ત્યારે પટેલ પરિવારની બે દીકરી અને તેમના દાદી કારમાં જ જીવતા ભૂંજાયા હતા. પરંતુ કારમાં સવાર દંપતીનો બચાવ થયો હતો. પરંતુ અકસ્માતથી તેઓ પણ દાઝી ગયા હતા.