શું "ભાઈ ભાઈ" ને વટાવશે ભાજપ???
"ભાઈ ભાઈ"ને ભાજપમાંથી મળશે ટિકિટ???
સમગ્ર દેશ અને રાજ્યમાં એકતરફ કોરોના વાયરસે કહેર મચાવ્યો છે ત્યારે બીજી તરફ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા બિહાર તેમજ ગુજરાતની 8 વિધાનસભા બેઠક પર ચૂંટણીની જાહેરાત કરી છે, જાહેરાત થતાની સાથે જ ભાજપ કોંગ્રેસ બંને પક્ષો ચૂંટણી જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. વિપક્ષ કોરોના સહીત અન્ય મુદ્દાઓ સાથે ભાજપને ઘેરવાના પ્રયત્નોમાં છે, તેમજ કોંગ્રેસ દ્વારા હાર્દિક પટેલને કાર્યકારી અધ્યક્ષ બનાવતા એક તીરે અનેક પક્ષી માર્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
આગામી ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા યુવાનોને તક આપવામાં આવી શકે છે, 8 વિધાનસભાની પેટા ચૂંટણીમાં સંભવિત ઉમેદવારોના નામ જાહેર થઇ રહ્યા છે ત્યારે ગઢડા સીટ કબજે કરવા ભાજપ કોંગ્રેસ બંને પક્ષ મેદાને આવી ગયા છે, મળતી વિગતો અનુસાર ગઢડા સીટ પર કોંગ્રેસનું પલ્લું ભારે પડતું હોવાથી ભાજપ દ્વારા હવે જાણીતા પત્રકાર તેમજ ટી.વી પર ચર્ચિત "ભાઈ-ભાઈ" શોના એન્કર મહેન્દ્ર બગડાને ટિકિટ આપવામાં આવી શકે છે તેવી ચર્ચાએ જોર પક્ડયું છે.
ઉલ્લેખનીય છે કે પેટા ચૂંટણીને અનુલક્ષીને ઉમેદવારો પસંદ કરવા માટેની કવાયત તેજ થઇ ગઈ છે, કોંગ્રેસમાં મોહનભાઇ સોલંકી, મુકેશ શ્રીમાળી, તેમજ જગદીશ ચાવડાનું નામ ચાલી રહ્યું છે જયારે ભાજપમાં આત્મારામ પરમાર તેમજ શંભુપ્રસાદ ટુંડીયાનું નામ ચાલી રહ્યું છે. પરંતુ ગઢડા સીટ પર કોંગ્રેસનું પલ્લું ભારે હોવાથી ભાજપ દ્વારા આગામી પેટ ચૂંટણીમાં ગઢડા સીટ પર કોંગ્રેસને પછાડવા જાણીતા ટી.વી એન્કર મહેન્દ્ર બગડાને ટિકિટ આપવામાં આવશે કે કેમ તેતો જોઉં જ રહ્યું...