ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલે દિલ્હી ખાતે નરેન્દ્ર મોદી સાથે કરશે મુલાકાત
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતી કાલ સોમવાર 20 મી સપ્ટેમ્બરે નવી દિલ્હીની એક દિવસીય મુલાકાતે જશે
ગુજરાતના મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યા બાદ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતી કાલે પ્રથમવાર ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી તેમજ ઉપ રાષ્ટ્રપતિ શ્રી એમ.વૈંકેયા નાયડુજીની શુભેચ્છા સૌજન્ય મુલાકાત કરશે
શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને સૌજન્ય શુભેચ્છા મુલાકાત માટે મળશે
.
શ્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ અને રક્ષામંત્રી શ્રી રાજનાથ સિંહને પણ સૌજન્ય શુભેચ્છા મુલાકાત હેતુસર મળશે
આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી જે.પી. નડ્ડાજીને પણ શુભેચ્છા મુલાકાત માટે મુખ્યમંત્રીશ્રી નવી દિલ્હીમાં મળવાના છે
*મુખ્યમંત્રીશ્રી નવીદિલ્હીથી સોમવારે રાત્રે અમદાવાદ પરત આવશે*