બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ભરતસિંહ સોલંકીના 101 દિવસની લડતની સંપૂર્ણ કહાની..જાણો.

ભરતસિંહ સોલંકીને ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ અને વિપક્ષનેતા પરેશ ધાનાણીએ હોસ્પિટલમાં મળી હાલચાલ પૂછ્યા, ગુજરાત કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીને કોરોના પોઝિટિવ આવતાં તેઓ 101 દિવસથી સારવારમાં હતા. 51 દિવસ વેન્ટિલેટર સહિત 101 દિવસ હોસ્પિટલમાં રહ્યા બાદ કોરોનાને હરાવીને ભારત જ નહીં, પરંતુ એશિયામાં સૌથી વધુ દિવસ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યા છે. તેમને 22મી જૂને વડોદરા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાંથી વધુ સારવાર માટે અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સિમ્સ હોસ્પિટલમાં જ સારવાર લીધી હતી. જોકે આજે તેમનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો અને તબિયતમાં પણ સુધારો થતાં તેમને ICUમાંથી જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.


ભરતસિંહ સોલંકીને દાખલ કરાયા ત્યારે તેમનાં ફેફસાં એકદમ પથ્થર જેવાં કઠણ થઈ ગયાં હતાં, જેથી વેન્ટિલેટર પર મૂકવા છતાં પણ ઓક્સિજન લેવલ વધતું ન હતું, તેમને 100 ટકા ઓક્સિજન આપવા છતાં માત્ર 85 ટકા ઓક્સિજન જ પહોંચતો હતો. હૉસ્પિટલના ડો. અમિત પટેલ, ડો. ભાગ્યેશ શાહ, ડો. વિપુલ ઠક્કર અને ડો. સુરભી મદાન, 2 ફિઝિયોથેરાપિસ્ટ, નર્સ અને એટેન્ડેન્ટ સહિત સ્ટાફ સાથે કુલ 12 લોકોની ટીમ રાઉન્ડ ધ કલોક ખડેપગે રહી હતી.

સિમ્સ હોસ્પિટલનાં પ્લમોનોલોજિસ્ટ ડો. અમિત પટેલ જણાવે છે કે, ભરતસિંહ સોલંકીને કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવતાં 10 દિવસ વડોદરાની હોસ્પિટલમાં સારવાર લીધી હતી. 


ત્યાર બાદ 30 જૂને સિમ્સ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ભરતસિંહ સોલંકીની હાલત એટલી ગંભીર હતી કે, તેમને તાત્કાલિક વેન્ટિલેટર પર મૂકીને સારવાર શરૂ કરાઈ હતી. વેન્ટિલેટર પર રાખ્યાના 15થી 20 દિવસ બાદ ઓક્સિજનની જરૂરિયાત ઘટવા લાગી અને વેન્ટિલેટરમાં આપતાં હોય તેનાથી મિનિમમ લેવલ થઈ ગયું હતું. જોકે ત્યાર બાદ તેમને ફેફસાં અને લોહીમાં અલગ અલગ બેક્ટેરિયલ અને ફંગસ ઇન્ફેક્શન થવા લાગ્યું હતું, જેથી તેમને મલ્ટિપલ એન્ટિબોયોટિક્સ આપીને ફેફસાં અને લોહીના ઇન્ફેક્શનથી મુક્ત કર્યા હતા. આવામાં તેમના સ્નાયુની નબળાઈ થઈ જતાં પાંચ પ્લાઝમા ફેરાસીસ કરાયા બાદ તેમની સ્થિતિમાં સુધારો આવ્યો હતો તેમ જ 51 દિવસ આઈસીયુમાં વેન્ટિલેટર પર રહ્યાં બાદ ચાલતા થયા અને હાલમાં પગથિયા ચઢી શકે તેટલાં સ્વસ્થ થયા છે.


પૂરતો ઓક્સિજન મળતો નહીં હોવાથી અન્ય અંગોને જોખમ
ભરતસિંહ સોલંકીને વેન્ટિલેટર પર રાખીને 100 ટકા ઓક્સિજન આપવા છતાં તેમનાં ફેફસાંં પથ્થર જેવા કઠણ થઈ ગયાં હોવાથી ઓક્સિજન ટકાવી રાખતા ન હતા. ઓક્સિજન લેવલ ટકાવી રાખવું જરૂરી હતું, કારણ કે ઓક્સિજન લેવલ ઓછું રહે તો બેથી ચાર દિવસમાં હૃદય બંધ પડી જવાની સાથે શરીરનાં અન્ય અંગો પર અસર થ‌વા લાગે તેમ હતું, આથી ફેફસાંમાં પૂરતો ઓક્સિજન પહોંચે તે માટે ‘લંગ પ્રોનિંગ રિક્રૂટમેન્ટ થેરેપી’ આપવી પડે તેમ હતી, પણ તેમનું વજન વધુ હોવાથી તેમને આ થેરેપી આપવામાં મુશ્કેલી પડી. થેરેપી બાદ તેમની સ્થિતિમાં સુધારો થયો હતો અને હવે તેમનાં વજનમાં પણ 25થી 30 ટકાનો ઘટાડો થયો છે. રૂમમાં શિફ્ટ કર્યા બાદ બે ડોક્ટર અને બે પેરામેડિકલ સ્ટાફ મળીને 4 લોકોની ટીમ દ્વારા દેખરેખ રખાતી હતી.


સાતવ અને ધાનાણીએ હાલચાલ પૂછ્યા
કોરોના સામે છેલ્લા 101 દિવસથી લડાઈ લડતા પૂર્વ સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીએ કોરોનાને હરાવ્યો છે, ત્યારે સિમ્સ હોસ્પિટલમાં તેમના હાલચાલ પૂછવા માટે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ અને વિપક્ષનેતા પરેશ ધાનાણી પહોંચ્યા હતા. તેમની સાથે અમિત ચાવડા પણ જોડાયા હતા.