બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

This browser does not support the video element.

ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસની પત્રકાર પરિષદ, સરકાર પર કર્યા આકરા પ્રહારો...

ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રભારી સીતારામ લાંબા અને યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પાર્થીવરાજસિંહ કઠવાડીયાએ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં બેરોજગારી દર ૮.૪૪ ટકાએ પહોંચી ગયો છે જેમાં શહેરી બેરોજગારી દર વધી ૧૦.૮૫ ટકા એ પહોંચી ગયો છે અને ગ્રામ્ય વિસ્તારમાં ૭.૩૨ ટકા છે. સમગ્ર દેશમાં ૩૩ ટકા સ્કીલ્ડ લેબર બેરોજગાર છે. શિક્ષીત બેરોજગાર યુવાનોની સંખ્યા પણ કરોડોમાં પહોંચી છે. 

આ ઉપરાંત વધુમાં જણાવ્યું હતું કે, ભાજપની સરકારમાં લાખો સરકારી જગ્યાઓ ખાલી હોવા છતાં યુવાનોને રોજગાર આપવામાં સરકાર નિરસ અને નિષ્ફળ છે. આંકડા પ્રમાણે કેન્દ્ર સરકારમાં ૭ લાખથી વધુ જગ્યાઓ ખાલી છે. સમગ્ર ભારતમાં સૌથી વધુ રોજગાર આપતી રેલ્વેમાં પણ ૨.૫ લાખથી વધુ જગ્યાઓ ખાલી છે. સરકાર દ્વારા પૈસા બચાવી અને ઉદ્યોગપતિઓને મદદ કરવાની જે નીતિ છે, તેને સફળ બનાવવા સ્થાયી ભરતીઓને રોકી અથવા તો એડહોક ચલાવી યુવાનોનો શોષણ કરવાનો પ્રયત્ન સરકાર કરી રહી છે. કેન્દ્રીય સરકારી વિભાગોમાં લગભગ ગ્રુપ-એ માં ૨૦,૦૦૦, ગ્રુપ-બી માં ૯૦,૦૦૦ અને ગ્રુપ-સી માં ૬,૦૦,૦૦૦ જગ્યાઓ ખાલી છે.

યુ.પી.એસ.સી. દ્વારા લેવામાં આવતી સીવીલ સર્વિસ, રેલ્વે, બેંકો જેવી સરકારી પદોની પરીક્ષાઓ પણ પદની સંખ્યા ઘટાડી દેવામાં આવી છે, ભરતીઓ ઓછી કરવામાં આવે છે અથવા કાયદાકીય દાવપેચોમાં ફસાવી દેવામાં આવે છે. ૧૬૦૦ કરોડની બચત કરવા માટે ૨૭,૦૦૦ ભારતીય સેનાના જવાનો ઘટાડવામાં આવી રહ્યા છે અને મીલેટ્રી એન્જીનીયરીંગ સર્વીસીસની ૯૩૦૦ જગ્યાને પણ કોરોનાના સમયમાં ખતમ કરવામાં આવી રહી છે. કોરોનાની મહામારીમાં ત્રણ કરોડ લોકોએ રોજગારી ગુમાવી છે ત્યારે કેન્દ્ર સરકારની કમજોર અને ખોટી આર્થિક નિતિઓને કારણે બેરોજગારીનો આકડો દસ કરોડ સુધી પહોચી શકે તેમ છે.


આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ યુવાનોના મહત્ત્વના પ્રશ્નો માટે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીથી જિલ્લા કક્ષા, તાલુકા કક્ષાએ અને ગ્રામ્ય કક્ષા સુધી "રોજગાર દો" ના નારાને બુલંદ કરશે. જેથી વધતી બેરોજગારી મુદ્દે બેખબર કેન્દ્ર સરકારને જગાડી શકાય.

આ ઉપરાંત યુથ કોંગ્રેસે આર્થિક નીતિ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ખોટી આર્થિક નીતિઓને કારણે અર્થવ્યવસ્થાની હાલત કથળી છે. જેના કારણે કરોડો યુવાનોને નોકરી ગુમાવવી પડી છે. ભારત વિશ્વનો સૌથી યુવા દેશ છે તેથી રોજગાર સૌથી અગત્યની જરૂરિયાત છે માટે રાષ્ટ્રીય યુથ કોંગ્રેસના પ્રભારીશ્રી ક્રિષ્ના અલાવરુજી અને ભારતીય યુથ કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીનિવાસ બીવીની આગેવાની હેઠળ 9 ઓગસ્ટથી દેશભરના યુવાનો માટે 'રોજગાર દો' અભિયાન શરૂ કરશે.


વધુમાં પાર્થીવરાજસિંહે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા ભરતી પ્રક્રિયા શરૂ કરેલ હોવા છતાં પણ ૩૮,૪૦૨ સરકારી જગ્યામાં ક્યાંક નિમણુંક પત્ર આપવાનો બાકી હોય, ક્યાંક પરિણામ જાહેર કરવાનો બાકી હોય, ક્યાંક ફોર્મ ભરાઈ ગયા હોય પણ પરીક્ષા લેવાનું બાકી હોય, તેવી જગ્યાઓમાં પણ યુવાનોને રોજગારી આપી ને ન્યાય આપવાનું કામ સરકાર દ્વારા કરવામાં આવતુ નથી. ગત ૫ ઓગસ્ટ, ૨૦૨૦ ના દિવસે વીડીયો કોન્ફરન્સ દ્વારા મીટીંગનું આયોજન કરેલ હતુ જેમાં યુવા કોંગ્રેસની રાજ્ય કક્ષાએ સભ્ય નોંધણી ઝુંબેશની પણ જાહેરાત કરવામાં આવેલ છે અને આગામી પેટા ચૂંટણીમાં પણ યુવા કોંગ્રેસની જવાબદારી બુથ લેવલે પક્ષને મજબુત કરવાની રહેશે અને આગામી પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ગદ્દારોને હરાવી કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવાની હાંકલ કરવામાં આવી.