બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ગુજરાતમાં આ સ્થળોએ પાનના ગલ્લા બંધ કરવાનો આદેશ...જાણો

ગુજરાતમાં કોરોના સંક્રમણને લઈને જનતા કર્ફ્યું દરમિયાનથી જ પાનના ગલ્લા બંધ કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો હતો ત્યારબાદ લોકડાઉન દરમિયાન પણ પાન- મસાલા અને ગલ્લાનો મુદ્દો ચર્ચામાં રહ્યો હતો.



ત્યારે ધીમે ધીમે અનલોક તરફ આગળ વધતા સરકારે પાનના ગલ્લાઓને શરતી છૂટ આપી છે. જેનાથી વ્યસનીઓ અને પાન -મસાલાના બંધાણીઓને રાહત થઇ હતી. લોકડાઉન દરમિયાન પણ પાન- મસાલા, ગુટખા અને તેની બનાવટોના કાળા બજાર થતા હોવાના ઘણા સમાચારો આવ્યા હતા.



આ પરિસ્થિતિ વચ્ચે ગુજરાતના આરોગ્ય અગર સચિવ જયંતી રવીએ કહ્યું હતું કે, ''જે વિસ્તારોમાં કેસ વધશે ત્યાં પાન- મસાલાની દુકાનો બંધ કરીશું. જેને લઈને પાન- મસાલાના બંધાણીઓએ સ્ટોક કરવાનું શરુ કર્યું છે."



તો આજે જ સુરતમાં કતારગામ ઝોન, વરાછા એ ઝોન, વરાછા બી ઝોન, સરથાણા પાન- ગલ્લા -લારી પર પ્રતિબંધ મુકાયો છે. આ સ્થળો પર કોરોનાના કેસો વધવાને કારણે ૭ દિવસ માટે મ્યુનિસિપલ કમિશ્નરે પ્રતિબંધ મુક્યો છે.



તો સુરત શહેરના અન્ય વિસ્તારના પાનના ગલ્લાઓ પર પણ ત્રણથી વધુ વ્યક્તિઓને ભેગા થવા ઉપર મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.