બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને આવતીકાલે મળશે કેબિનેટની બેઠક, આટલા અગત્યના મુદ્દાઓ પર કરવામાં આવશે ચર્ચા...

સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના કહેરને ધ્યાનમાં લઈને તંત્ર દ્વારા કોઈ કચાસ છોડવામાં આવી રહી નથી ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આવતી કાલે કેબીનેટની બેઠક મળવાની છે જેમાં રાજ્યના કેટલાક અગત્યના પ્રશ્નો તેમજ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. તેમજ કોરોના વાયરસની મહામારીને લઈને પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. તેમજ આવતી કાલે ૧૦.30 વાગ્યે રૂપાણી સરકારની કેબીનેટ બેઠક મળનાર છે.




મળતી વિગતો મુજબ સરકારની કેબીનેટ બેઠકમાં કોરોના વાયરસ ની મહામારી સંદર્ભે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે સાથે જ સુરતમાં વધતું જતું સંક્રમણ કેવીરીતે અટકાવવામાં આવે અને તેને અટકાવવાના પગલાં બાબતે પણ કેબિનેટમાં ચર્ચા થશે.


આ સાથે જ અત્યારે રાજ્યમાં કુદરતે પણ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે તથા સમગ્ર રાજ્યમાં સર્વત્ર વરસાદી માહોલ સર્જાયો છે ત્યારે સૌરાષ્ટ્ર માં થયેલા અતિભારે વરસાદ ના કારણે જાનમાલને થયેલા નુકશાન બાબતે પણ કેબીનેટ બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે.




દેશના કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા દેશમાં બાકી રહેલી પરીક્ષાઓ યોજવાને લઈને મંજુરી આપી દીધી છે ત્યારે તે બાબતે પણ આવતીકાલે કેબીનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. આ સાથે જ સરકારી ભરતીઓને લઈ રાજ્યમાં થઈ રહેલા વિરોધને જોતા નિમણુંકો બાબતે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.