બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

કોંગ્રેસના આ દિગ્ગજ નેતાના ઘરમાં કોરોનાએ પ્રવેશ કર્યો...જાણો...

સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે ત્યારે કોરોના હવે સામાન્ય માણસોની સાથે સાથે નેતાઓના ઘર સુધી પણ પહોચી ચુક્યો છે, આ અગાઉ રાજ્યના કેટલાક દિગ્ગજ નેતા તેમજ અધિકારીઓના ઘરમાં પણ કોરોના વાયરસ કહેર મચાવી ચુક્યો છે.


કોરોના કહેરમાં સતત લોકોની વચ્ચે રહી સેવા કાર્ય કરતા ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી ના ભાઈનો આજે કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવતા અમરેલી પંથકમાં ચીંતા વધી ગયેલ હતી.પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણી ને સારવાર આપવામાં આવી રહી છે તેમજ તેમના સંપર્ક માં આવેલા તમામ લોકોને ક્વોરેન્ટાઇન કરી તમામના કોરોના ટેસ્ટની કામગીરી હાથ ધરવામાં આવી છે.જોકે અન્ય જિલ્લામાંથી આવેલા લોકોના કારણે અમરેલી હવે કોરોનાનું હોટસ્પોટ બની રહ્યું છે.


ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના પ્રથમ તબક્કામાં અમરેલી જિલ્લામાં કોરોના વાયરસનો એકપણ કેસ નોંધવામાં આવ્યો ન હતો, જેનો સંપૂર્ણ શ્રેય ક્યાંકને ક્યાંક અમરેલી જીલ્લાના વહીવટે તંત્રના માથે જાય છે