બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

કોરોનાની અસર: રાજ્યનાં મલ્ટિપ્લેક્સ-થિયેટરો 6 મહિનાથી બંધ, 600 કરોડનું નુકસાન, હવે ખૂલશે તો પણ જૂની ફિલ્મ્સ જ દેખાડવી પડશે.

15 દિવસ સફાઈ-સેનિટેશનમાં જશે, દિવાળી સુધી એકપણ નવી ફિલ્મ આવવાની શક્યતા નથી
મલ્ટિપ્લેક્સ-થિયેટરો શરૂ થશે તોપણ બહુ ઓછા લોકો આવશે, એટલે 6 મહિના સુધી કોઈ આવક નહીં થાય.

15 દિવસ સફાઈ-સેનિટેશનમાં જશે, દિવાળી સુધી એકપણ નવી ફિલ્મ આવવાની શક્યતા નથી
મલ્ટિપ્લેક્સ-થિયેટરો શરૂ થશે તોપણ બહુ ઓછા લોકો આવશે, એટલે 6 મહિના સુધી કોઈ આવક નહીં થાય

દેશભરમાં કોરોનાના કેસો વધતાં 6 મહિના પહેલાં, એટલે કે 16 માર્ચથી મલ્ટિપ્લેક્સ-થિયેટરો બંધ કરી દેવામાં આવ્યાં હતાં. લોકડાઉન અને અનલોક 4 બાદ પણ હજી મલ્ટિપ્લેક્સ-થિયેટરો બંધ છે, ત્યારે આગામી અનલોક-5માં મલ્ટિપ્લેક્સ-થિયેટરો ખૂલવાની સંભાવના છે. જો કેન્દ્ર સરકાર ગાઈડલાઈન્સ મુજબ મલ્ટિપ્લેક્સ-થિયેટરો ખૂલવાની મંજૂરી આપે તો એમાં જૂના જમાનાની ક્લાસિક ફિલ્મ્સ જોવા મળશે. દિવાળી સુધી નવી કોઈ ફિલ્મ રિલીઝ થવાની શક્યતા ન હોવાથી મલ્ટિપ્લેક્સ-થિયેટરોના ધંધાને ફરી ઊભાં કરવા જૂની ફિલ્મ્સ બતાવવામાં આવશે. લોકડાઉન અને અનલોકના 6 મહિના થવા છતાં હજુ પણ મલ્ટિપ્લેક્સ-થિયેટરો ખૂલ્યાં નથી, જેને કારણે ગુજરાતમાં આવેલાં 250થી વધુ મલ્ટિપ્લેક્સ અને સિંગલ સ્ક્રીન થિયેટરોના માલિકોને ખૂબ જ મોટું નુકસાન ભોગવવું પડ્યું છે. રાજ્યમાં મલ્ટિપ્લેક્સ-થિયેટરોના વ્યવસાયને આશરે 600 કરોડનું નુકસાન થયું છે.

6 મહિનામાં એક મલ્ટિપ્લેક્સને રૂપિયા 10 લાખનો ખર્ચ થયો. આ 6 મહિના દરમિયાન થયેલા 600 કરોડના નુકસાનમાં સૌથી વધુ 250 કરોડનું નુકસાન અમદાવાદ શહેરનાં મલ્ટિપ્લેક્સ-થિયેટરોને થયું છે. દર મહિને 25 લાખની આવક થતી હોઈ જેની સામે કોરોનાને કારણે એકપણ રૂપિયાની આવક થઈ નથી અને સામે મેઇન્ટેનન્સ અને અન્ય ખર્ચા ગણીને 6 મહિનામાં એક મલ્ટિપ્લેક્સને રૂપિયા 10 લાખનો ખર્ચ થયો છે.

લાઇટબિલનો સરચાર્જ પણ મજરે માગ્યો છેઃ વાઇડ એંગલના માલિક.મલ્ટિપ્લેક્સ-થિયેટરો ધમધમતાં કરવા શરૂઆતમાં જૂના જમાનાની ક્લાસિક ફિલ્મ્સ બતાવાશે.અમદાવાદના એસજી હાઇવે પર આવેલા વાઇડ એંગલ મલ્ટિપ્લેક્સના માલિક રાકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે 16 માર્ચથી આજદિન સુધી મલ્ટિપ્લેક્સ-થિયેટરો બંધ છે, જેને કારણે કરોડોનું નુકસાન થયું છે અને ખર્ચા પણ ભોગવવા પડ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર જો મલ્ટિપ્લેક્સ-થિયેટરો ખોલવાની મંજૂરી આપશે તો ગાઈડલાઈન્સ મુજબ તેઓ ચાલુ કરશે, પરંતુ એના માટે સરકારે 10થી 15 દિવસનો સમય આપવો જરૂરી છે. દિવાળી સુધી એકપણ નવી ફિલ્મ આવવાની શક્યતા નથી અને મલ્ટિપ્લેક્સ-થિયેટરોના વ્યવસાયને ફરીથી ધમધમતો કરવા શરૂઆતમાં દર્શકો જોવા માગતા હોય અને વધુ જોવાયેલાં હોય એવાં જૂનાં મૂવી બતાવવા પડશે. જ્યારે મલ્ટિપ્લેક્સ-થિયેટરો શરૂ થશે તો 6 મહિના સુધી કોઈ જ આવક નહીં થાય, કારણ કે બહુ ઓછા લોકો ફિલ્મ જોવા આવશે, જેથી હાઉસફુલની પણ શક્યતા નથી.

મલ્ટિપ્લેક્સ-થિયેટરોમાં કામ કરતા 15000થી વધુ કર્મચારીઓમાંથી 40 ટકા જ કાર્યરત.વાઇડ એંગલના માલિકે વધુમાં જણાવ્યું હતું કે એક થિયેટર કે મલ્ટિપ્લેક્સમાં ઓછામાં ઓછા 30 અને વધુમાં 100થી 120 લોકો કામ કરતા હોય છે, જેમાં 40 ટકા સ્ટાફે નોકરી છોડી દીધી છે, જે અન્ય વ્યવસાય કે નોકરીમાં જતા રહ્યા છે. જ્યારે થિયેટર શરૂ થશે ત્યારે કર્મચારીઓને ફરીથી નોકરી પર રાખવામાં આવશે, પરંતુ હાલમાં કર્મચારીઓને નોકરી પર બોલાવવામાં આવતા નથી. સમગ્ર રાજ્યની વાત કરીએ તો 15000થી વધુ કર્મચારીઓ મલ્ટિપ્લેક્સ-થિયેટરોમાં નોકરી કરતા હશે, પરંતુ એમાંથી 40 ટકા જ સ્ટાફ જ હાલમાં કાર્યરત છે.

વાર્ષિક પ્રોપર્ટી ટેક્સ રૂ.28 લાખ જેટલો, માફી આપવા માગ.રાકેશ પટેલે આગળ કહ્યું હતું કે વાર્ષિક પ્રોપર્ટી ટેક્સ 28 લાખ રૂપિયા જેટલો આવે છે, એમાં પણ 6 મહિનાથી તો મલ્ટિપ્લેક્સ-થિયેટરો બંધ છે, જેથી આ ટેક્સમાં માફી જરૂરી છે. ઉપરાંત લાઇટબિલનો સરચાર્જ પણ મજરે માગ્યો છે. જ્યારે થિયેટર શરૂ થાય એના દિવસ પહેલાં જાણ કરવામાં આવે તો થિયેટરને સંપૂર્ણ સેનિટાઇઝ કરવું, સફાઈ-મેઇન્ટેનન્સ અને સ્ટાફ બોલાવવામાં સરળતા રહે.

‘સૂર્યવંશી’, ‘83’ અને આમિર ખાનની ‘લાલ સિંહ ચઢ્ઢા’ પર આશા.લોકડાઉન પહેલાં એટલે કે છેલ્લે ‘કામયાબ’ અને ‘અંગ્રેજી મિડિયમ’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ત્યાર બાદ ‘બમફાડ’, ‘ધૂમકેતુ’ અને ‘ગુલાબો સિતાબો’ સિનેમાઘરોને બદલે ડિજિટલ પ્લેટફોર્મ પર આવી હતી. એને કારણે સિનેમાઘરો અને ફિલ્મ-વિતરકો ઘણું નુકસાન વેઠી રહ્યા છે. હાલ કરોડોનું નુકસાન ભોગવી રહેલા થિયેટરમાલિકોને અક્ષયકુમાર સ્ટારર ‘સૂર્યવંશી’ અને 1983ના વર્લ્ડકપ પર આધારિત ‘83’ અને આમિર ખાનની ‘લાલ સિંહ ચઢ્ઢા’ સહિત અંદાજે 12 મોટી ફિલ્મ્સ એવી છે, જે સિનેમાઘરો ખૂલ્યાં બાદ રિલીઝ કરાય તો તગડો નફો કરાવી શકે એવી આશા છે.