બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ગુજરાતમાં કોરોનાના છેલ્લા ૨૪ કલાકમાં 1020 નવા કેસ નોંધાયા,સુરતમાં 245 કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોનાના છેલ્લા ૨૪ કલાકમાં 1020 નવા કેસ નોંધાયા છે.જેમાંથી સૌથી વધારે સુરતમાં  245 કેસ અને અમદાવાદમાં 153 કેસ નોંધાયા છે.

ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસોનો આંકડો 65,704 થયો જેમાંથી અત્યારે 14,811 કેસ એક્ટિવ છે.

રાજ્યમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 2534 લોકોનાં મોત નિપજયા છે.છેલ્લા 24 કલાકમાં 25 લોકોના મૃત્યુ થયેલ છે.

રાજ્યમાં દિન-પ્રતિદિન કોરોના ટેસ્ટમાં વધારો કરવામાં આવી રહ્યો છે.જેમાં આજે રાજ્યમાં કુલ 20,735 ટેસ્ટ કરવામાં આવ્યા છે.જે રાજ્યના વસ્તીને ધ્યાને લેતા પ્રતિ દિન 319.00 ટેસ્ટ પ્રતિ મિલિયન જેટલા થવા પામેં છે.રાજ્યમાં અત્યાર સુધી કુલ 8,54,839 ટેસ્ટ કરવામાં આવ્યા છે.આજ રોજ રાજ્યમાં વિવિધ જિલ્લામાં 1020 દર્દી નોંધાયેલ છે.આજ રોજ 898 દર્દી સાજા થઈને ઘરે ગયેલ છે.