રાજ્યમાં કોરોના વાયરસના નવા 1,411 કેસ નોંધાયા, 10 લોકોના મૃત્યુ
રાજ્યમાં એકતરફ કોરોના બેકાબૂ બન્યો છે ત્યારે મોટાભાગના લોકો બેખૌફ બનીને સોશિયલ ડિસ્ટન્સિગનું પાલન કર્યા વિના અને માસ્ક વગર રોડ પર હરતા-ફરતા જોવા મળી રહ્યા છે. રાજ્યમાં 24 કલાકમાં 60,357 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 1,411ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે જ્યારે 1,231 દર્દી સાજા થઈ ગયા છે. તેમજ 10 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. જો કે રાહતની વાત એ છે કે, 73 દિવસ બાદ દૈનિક મોત ઘટીને 10 નોંધાયા છે. આ પહેલા 16 જુલાઈના રોજ 10 દર્દીના મોત થયા હતા. ત્યાર બાદ સતત 10થી વધુ મોત નોંધાતા હતા.
- હાલમાં 16,660 એક્ટિવ કેસમાંથી 86 દર્દી વેન્ટિલેટર પર અને 16,574 દર્દીની હાલત સ્થિર
- 1 લાખ 13 હજાર 140 દર્દી સાજા થઈ જતાં રિકવરી રેટ 84.93એ પહોંચ્યો
આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,33,219 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 3,419ના કોરોનાને કારણે મોત થયા છે. તેમજ 1 લાખ 13 હજાર 140 દર્દી સાજા થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 16,660 એક્ટિવ કેસમાંથી 86 દર્દી વેન્ટિલેટર પર અને 16,574 દર્દીની હાલત સ્થિર છે. અત્યાર સુધીમાં 42, 32, 408 ટેસ્ટ કરવામાં આવ્યા છે.