બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ગાંધીના દારુબંધી વાળા ગુજરાતમાં 'ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ'ને લીધે દર વર્ષે થતાં 41ના મૃત્યુ

ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ છે અને તે વારંવાર પુરવાર પણ થતું રહે છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં દારૂના નશામાં વાહન ચલાવતાં 227 વ્યક્તિના મૃત્યુ થયા છે. 'ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ'ને લીધે દર વર્ષે થતાં 41ના મૃત્યુ ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે. 


સમગ્ર દેશમાંથી ગત વર્ષે 'ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ'ને લીધે 2972 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો હતો. જેમાં સૌથી વધુ 849 ઉત્તર પ્રદેશ, 413 ઝારખંડ અને 199 મધ્ય પ્રદેશમાંથી મૃત્યુ નોંધાયા હતા. બીજી તરફ ગુજરાતમાં 2019ના વર્ષમાં 41 વ્યક્તિના દારૂના નશામાં વાહન ચલાવતા અકસ્માત થયા છે.


હકારાત્મક વાત એ છે કે વર્ષ 2018ની સરખામણીએ ગુજરાતમાં દારૂના નશામાં વાહન ચલાવતા અકસ્માતના પ્રમાણમાં લગભગ 3 ગણો ઘટાડો નોંધાયો છે. કેમકે, 2018ના વર્ષમાં દારૂના નશામાં વાહન ચલાવવાના 300 કેસ નોંધાયા હતા જ્યારે 122 વ્યક્તિના મૃત્યુ થયા હતા.


ગુજરાતમાં છેલ્લા  પાંચ  વર્ષમાં 2017માં સૌથી ઓછા 10 વ્યક્તિઓએ આ રીતે જીવ ગુમાવ્યો હતો. પરંતુ 2018, 2019ના વર્ષ દરમિયાન 'ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ'થી થતાં અકસ્માતના પ્રમાણમાં અગાઉના વર્ષોની સરખામણીએ વધારો નોંધાયો છે. રસપ્રદ રીતે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ બદલ ગત વર્ષે ગોવા, કર્ણાટક, કેરળ કરતાં ગુજરાતમાં વધારે મૃત્યુ નોંધાયા હતા. ગત વર્ષે દારૂ-ડ્રગ્સના નશામાં વાહન ચલાવવા બદલ ગોવામાંથી  માત્ર બે, કર્ણાટકમાંથી 35 અને કેરળમાંથી 16 વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો.