બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

કોરોના સંકટ વચ્ચે ખેડૂતો માટે રાહતના સમાચાર, ધિરાણ પરત કરવાની સમય મર્યાદામાં કરવામાં આવ્યો વધારો...

કોરોના વાયરસનું સંકટ જયારે સમગ્ર રાજ્ય પર તોડાઈ રહ્યું છે, જેને કારણે તમામ વેપાર ધંધા બંધ છે, ત્યારે ખેડૂતો માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે બેન્કમાંથી લીધેલ ધિરાણ પરત કરવાની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. આ અંગેની જાહેરાત ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પત્રકાર પરિષદ કરીને આપવામાં આવી છે.



નીતિન પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોને ધિરાણની રકમ પરત કરવાની સમય મર્યાદામાં 2 મહિના વધારવામાં આવે છે. આ ઉપરાંત નીતિન પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોના માર્ચ સુધી ધિરાણનું 7% વ્યાજ બેંકોને રાજ્ય અને કેન્દ્ર સરકાર ચૂકવશે. સાથે જ 31 મે 2020 સુધી ધિરાણની રકમ જમા કરાવવા છૂટ આપવામાં આવી છે. જેનો ફાયદો રાજ્યના અંદાજે 25 લાખ ખેડૂતોને થશે. તેમજ સરકારની તિજોરી પર 160 કરોડ રૂપિયાનો બોજ પડશે. 



આ ઉપરાંત નીતિન પટેલે જણાવ્યું હતું કે, પોલીસની સેવા પણ ખુબજ સરાહનીય છે. તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓને લઈને જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આરોગ્યકર્મીઓને 2 મહિના માટે એક્સટેન્સન આપવામાં આવ્યું છે. તેમજ ખાનગી પ્રેક્ટીસ કરતા ડોક્ટર્સને 11 મહિનાના કોન્ટ્રાક્ટ આધારિત નિમણુક કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ હોમ લોનના હપ્તા બાબતે પણ 3 મહિનાની રાહત આપવામાં આવી હતી. જો કે ઘણા લોકોને હપ્તા કપાવાના મેસેજ આવ્યા હોવાની ફરિયાદ મળી હતી.