ગુજરાત સ્થાપના દિન નિમિત્તે PM મોદીએ ટ્વીટ કરી તમામ ગુજરાતીઓના હૈયા ગદગદ ફૂલે તેવી શુભેચ્છાઓ પાઠવી...
સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે જેને લઈને આ વર્ષે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી તંત્ર દ્વારા લોકોને ઘરમાં રહીને જ કરવા જણાવવામાં આવી રહ્યું છે. તેમજ ગઈકાલે સાંજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પ્રજાજોગ સંદેશ પણ આપવામાં આવ્યો હતો અને લોકોને ત્રણ સંકલ્પ લેવા જણાવવામાં આવ્યું હતું.
આજે તારીખ 1-05-2020 છે આજે ગુજરાત મહારાષ્ટ્રનો 61મો જન્મદિવસ છે. 3 વર્ષ, 7 મહિના અને 3 દિવસ ચાલેલા દેશની આઝાદી પછીના સૌથી મોટા એકધારા અને પ્રબળ આંદોલનના કારણે સંયુક્ત દ્ધિભાષી બોમ્બે સ્ટેટમાંથી ગુજરાતી ભાષા ગુજરાત છુટુ કરવામાં આવ્યું અને તે મહારાષ્ટ્રની જેમ મહાગુજરાત બની ગયું. આ મહા ગુજરાત શબ્દની પહેલી ઓળખ ગુજરાતી સાહિત્યકાર કન્હૈયાલાલ માણેકલાલ મુનશીએ 1936માં કરાંચીમાં ભરાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદમાં આપી હતી.
ગુજરાતના સ્થાપના દિવસ હોય અને આપણા લોકલાડિલા પીએમ નરેન્દ્ર મોદી ટ્વિટ કરીને શુભેચ્છા ના પઠવે તે બની શકે તેમ જ નથી. આજે સવારે ગુજરાતના સ્થાપના દિવસ નિમિતે PM નરેન્દ્ર મોદીએ એક ટ્વીટ કર્યું હતું. PM મોદીએ ટ્વીટ કરી ગુજરાતની જનતાને શુભેચ્છા પાઠવી હતી. તેમની ટ્વિટમાં તેમણે લખ્યું કે, ગુજરાતની પ્રજા પુરૂષાર્થ માટે જાણીતી છે. ગુજરાત સદૈવ સિદ્ધિઓનાં નવાં શિખરો સર કરતું રહે’.
PM મોદીએ ટ્વીટ કરી શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે, ‘ગુજરાતની જનતાને રાજ્યના સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ! ગુજરાતની પ્રજા પુરુષાર્થ માટે જાણીતી છે. ગુજરાતીઓએ ઘણાં બધાં ક્ષેત્રોમાં વિશેષ યોગદાન આપ્યું છે. ગુજરાત સદૈવ સિદ્ધિઓનાં નવાં શિખરો સર કરતું રહે એવી મનોકામના… જય જય ગરવી ગુજરાત !