ગુજરાત પ્રદેશ ભાજપના સારથી તરીકે સી.આર.પાટીલની નિમણૂક...
રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે નવસારીના સાંસદ સી.આર.પાટીલની નિમણૂક કરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી હતી કે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રદેશ પ્રમુખની નિયુક્તિ ખૂબ જ વહેલી તકે કરવામાં આવશે ત્યારે હવે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે જીતુ વાઘાણીની જગ્યાએ નવસારીના સાંસદ સી.આર.પાટીલની નિમણૂક કરી છે.
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના નવા અધ્યક્ષ તરીકે નવસારીના સાંસદ સી આર પાટીલની નિમણૂક કરવામાં આવી છે. તેઓ જીતુભાઈ વાઘાણીનું સ્થાન લેશે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. મહત્વનું છે કે, છેલ્લા ત્રણ જેટલા વર્ષથી જીતુ વાઘાણી ભાજપની કમાન સંભાળી રહ્યા હતા.