બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

રાજ્યનો એક એવો તાલુકો કે જ્યાંની સરકારી કચેરીઓમાં જ નથી મળતી મોબાઈલ નેટવર્ક કનેન્ક્ટિવિટી...જાણો...

ડીજીટલ ઇન્ડીયાના દાવાઓ વચ્ચે પંચમહાલ જીલ્લાના ઘોઘંબા ખાતે દીવા તળે જ અંધારું જુએવી સ્થિતિ સર્જાઈ છે. ઘોઘંબા તાલુકાની સરકારી કચેરીઓમાં જ મોબાઈલ નેટવર્ક તેમજ ઈન્ટરનેટ કનેકટીવીટીના અભાવે હાલ અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.


સરકાર દ્વારા ડીજીટલ ઇન્ડિયા પ્રોજેક્ટ  અંતર્ગત હાલ તમામ સરકારી સેવાઓ ઓનલાઈન કરવામાં આવી છે ત્યારે આ સેવાઓનો લાભ લેવા માટે આવતા અરજદારોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પંચમહાલ જીલ્લામાં પણ સરકાર દ્વારા ડીજીટલ ઇન્ડિયા પ્રોજેક્ટ અંતગર્ત તમામ સરકારી સેવાઓ હાલ ઓનલાઈન કરવામાં આવી છે પરંતુ જીલ્લામાં દીવા તળે જ અંધારું હોય તેવી સ્થિતિ ઘોઘંબા તાલુકામાં સર્જાઈ છે. ઘોઘંબા તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીમાં મોબાઈલ નેટવર્ક અને ઈન્ટરનેટ કનેક્ટીવીટીના અભાવે અરજદારો હાલ પોતાના કામો કરાવી શકતા નથી. ઘોઘંબા તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી ખાતે હાલ તાલુકાના ૧૦૦ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાંથી આવકનું પ્રમાણપત્ર , જાતીનું પ્રમાણપત્ર,ક્રીમીલીયર પ્રમાણપત્ર તેમજ જમીનના ૭/૧૨ તેમજ અન્ય દસ્તાવેજો મેળવવા માટે આવતા અરજદારોને હાલ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.


પંચમહાલ જીલ્લાના આદિવાસી બાહુલ્ય ધરાવતા ઘોઘંબા તાલુકાની બે મુખ્ય સરકારી કચેરીઓ તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી ખાતે મોબાઈલ નેટવર્ક તેમજ ઈન્ટરનેટ કનેક્ટીવીટીના અભાવે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા અરજદારોને ધરમધક્કા ખાવાનો વારો આવે છે. અરજદારોની સાથે સાથે આ બંને કચેરીમાં કામ કરતા અધિકારીઓ કર્મચારીઓને પણ મોબાઈલ નેટવર્ક ન મળવાને લઈને જીલ્લા કક્ષાએથી કોઇપણ પ્રકારની સૂચનાઓ સમયસર મળી શકતી નથી જેને લઈને સરકારી - વહીવટી કામોમાં પણ વિલંબ થઇ રહ્યો છે. બંને કચેરીઓ ખાતે મોબાઈલ તેમજ ઇન્ટરનેટ જોડાણ પૂરું પાડતી સરકારી અને ખાનગી કંપનીઓ દ્વારા આ બાબતે કોઇપણ કાર્યવાહી કરવામાં આવતી નથી જેને લઈને હાલ કર્મચારીઓ સહીત અરજદારો હાલાકી ભોગવી રહ્યા છે. તાલુકા પંચાયત ઘોઘંબા ની સ્થિતિ તો એવી છે આ કચેરીના માધ્યમથી જ તાલુકાના તમામ વિકાસના કામો થતા હોય છે અને આ કામો માટે સરકારે તમામ કામો માટેની કાર્યવાહી ઓનલાઈન કરેલ છે ત્યારે તમામ કામગીરી પર હાલ અસર પડી રહી છે.


પંચમહાલ જીલ્લાના ઘોઘંબા ખાતે આવે બે મહત્વની કચેરીઓ ખાતે મોબાઈલ અને ઈન્ટરનેટ કનેક્ટીવીટીના ધાંધિયા છેલ્લા ૧ વર્ષ ઉપરાંત ના સમયથી છે ત્યારે આ અંગે તાલુકા વિકાસ અધિકારી પણ અનેક અગવડો પડી રહી હોવાનું જણાવી રહ્યા છે , મામલતદાર કચેરી દ્વારા મોબાઈલ અને ઈન્ટરનેટ જોડાણ આપતી કંપનીઓને રજુઆતો કરવામાં આવી હોવા છતાંપણ કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી . પોતાના સરકારી કામો માટે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા અરજદારોને હાલ સમય તેમજ આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે સરકાર દ્વારા આ અંગે કાર્યવાહી કરવામાં આવે તે ખુબ જ જરૂરી બન્યું છે.