બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓએ અપીલ કરવા શું રજુ કરવુ પડશે...

ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓ દ્વારા ગુજરાત મુલ્કી સેવા ટ્રિબ્યુનલ સમક્ષ રજૂ કરવામાં આવતી અપીલોના સંદર્ભમાં તા.1/10/2020થી અપીલ રજૂ કરનારા કર્મચારીએ પોતાની અપીલ સાથે સ્વપ્રમાણિત આધાર કાર્ડ/ડ્રાઇવિંગ લાયસન્સ/પાન કાર્ડ/મતદાર ઓળખપત્રની નકલ અચૂક રજૂ કરવાની રહેશે. 


આ ઉપરાંત, અપીલ કરનાર કર્મચારીએ પોતાના મૂળ નિમણૂકના હુકમની સ્વપ્રમાણિત નકલ અને વાદગ્રસ્ત હુકમની સ્વપ્રમાણિત નકલ પણ રજૂ કરવાની રહેશે તેમ ગુજરાત મુલ્કી સેવા ટ્રિબ્યુનલના સચિવ એન.એલ. પુજારાની યાદીમાં જણાવ્યું છે.