બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ગુજરાત સરકારે રાજ્યના ગરીબ લોકો માટે કરી મોટી જાહેરાત

ગુજરાત સરકારનો રાજ્યના ગરીબ લોકો માટે વધુ એકવખત સંવેદનશીલ નિર્ણય 

સમગ્ર દેશ અને ગુજરાત પર આવી પડેલ કોરોના રૂપી મહામારીમા કેન્દ્રસરકાર દ્વારા જાહેર કરેલ ૨૧ દિવસના લોકડાઉન ના સમયગાળા દરમ્યાન રાજ્યની ગરીબ જનતાને કોઈપણ જાતની તકલીફ ના પડે એ માટે રાજ્યના સંવેદનશીલ માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ૬૦ લાખ પરીવારોને એપ્રિલ મહિનાનુ અનાજ તા.૧લી એપ્રિલના રોજ રાજ્યના પુરવઠા વિભાગ દ્વારા સસ્તા અનાજની દુકાનો પરથી વિનામુલ્યે વિતરણ કરવામા આવશે.

વિતરણ કરવામા આવનાર અનાજ મા ધઉં ૩.૫ કિલોગ્રામ,ચોખા ૧.૫ કિલોગ્રામ વ્યક્તિદિઠ તેમજ ખાંડ ૧ કિલોગ્રામ,દાળ ૧ કિલોગ્રામ,મીઠુ ૧ કિલોગ્રામ પરિવારદિઠ રાજ્યના ૬૦ લાખ પરિવારોને એપ્રિલ મહિનાનુ અનાજ વિનામુલ્યે આપવાનો નિર્ણય કરવામા આવેલ છે.