બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ગુજરાત સરકારનાં બજેટમાં કઈ મોટી જાહેરાત કરાઈ ? જુઓ એક ક્લિક કરીને 

જાણો ક્યાં ક્ષેત્રમાં કઈ સુવિધા પાછળ કેટલા રૂપિયાની જોગવાઈ થઈ?

હાલ ગુજરાત વિધાનસભામાં રૂપાણી બજેટ સરકારનું બજેટ રજૂ થઈ રહ્યું છે. ચાર વાગ્યા સુધીમાં વિવિધ ક્ષેત્રોમાં આ મુજબ જોગવાઈ કરવામાં આવી છે.108 સેવાને વધુ સુદ્રઢ કરવા 150 નવી એમ્બ્યુલન્સ ખરીદવા 27 કરોડની કરાઈ જોગવાઈ.સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પૉલિસી અંતર્ગત અંદાજે 14 લાખ વિદ્યાર્થીઓ માટે રૂ.20 કરોડની જોગવાઈ કરાઈ.કોલેજમાં પ્રવેશ મેળવવા અંદાજે ત્રણ લાખ વિદ્યાર્થીઓને ટેબલેટ યોજના હેઠળ ટેબલેટ આપવા 200 કરોડની જોગવાઈ કરાઈ.આયુષ્યમાન ભારત યોજના માટે 450 કરોડની જોગવાઈ કરાઈ.

સશક્ત મહિલા સુપોષિત ગુજરાત માટે 2000 કરોડની જોગવાઈ કરાઈ.આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 11243 કરોડ રૂપિયાની જોગવાઈ.કરાઈઆગંણવાડી અને પ્રાથમિક શાળાના બાળકોને ફલેવર્ડ મિલ્ક પૂરૂ પાડવા 342 કરોડની જોગવાઈ કરાઈ.બાળ અને મહિલા વિકાસ માટે 3150 કરોડની જોગવાઈ કરાઈ.આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે 11243 કરોડની જોગવાઈ કરાઈ.કલ્પસર યોજના અંતર્ગત અભ્યાસો પૂર્ણ કરવા 400 કરોડની જોગવાઈ

સુક્ષ્મ સિંચાઈ યોજના માટે 750 કરોડ રૂપિયાની જોગવાઈ.ટ્રાફિક સમસ્યા હળવી કરવા 500 કરોડની જોગવાઈ.પીવાના પાણી માટે નગરપાલિકાઓને 500 કરોડની જોગવાઈ.કૃષિ યુનિવર્સીટીઓ માટે કૃષિ સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને સઘન બનાવવા કુલ 750 કરોડની જોગવાઈ.સાત જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓના 404 મધ્યાહન ભોજન કેન્દ્રોમાં કિચન શેડ બનાનવા 10 કરોડની જોગવાઈ.આદિજાતિ વિસ્તારના વિકાસ માટે 1142 કરોડ રૂપિયાની જોગવાઈ.સૌની યોજના માટે 1710 કરોડની જોગવાઈ.અટલ ભૂજલ યોજના માટે ઉત્તર ગુજરાત અને કચ્છના 24 તાલુકાઓને પાંચ વર્ષ માટે 757 કરોડની જોગવાઈ.નવસારી, રાજપીપળા, પોરબંદરમાં 3 નવી મેડિકલ કોલેજ બનાવવા માટે 125 કરોડની જોગવાઈ.સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ, સ્ટેમ લેબ અને રમત ગમતની સુવિધીઓ માટે 250 કરોડની જોગવાઈ.7000 નવા વર્ગખંડોના બાંધકામ માટે 650 કરોડની જોગવાઈ.સ્માર્ટ ટાઉન બનાવવા રૂ.4544 કરોડની જોગવાઈ.શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે 13440 કરોડની જોગવાઈ.મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના માટે 1105 કરોડની જોગવાઈ.નિર્ભયા ફંડ અંતર્ગત મહિલાની સુરક્ષા માટે સેફ સીટી પ્રોજેક્ટ 63 કરોડની જોગવાઈ.પોલીસ આવાસ માટે 288 કરોડની જોગવાઈ.ગૃહ વિભાગ માટે 1142 કરોડની જોગવાઈ.આદિજાતિ વિસ્તારના વિકાસ માટે 1142 કરોડની જોગવાઈ.કડાણા દાહોદ પાઈપ લાઈન પૂર્ણ થવા આવ્યું છે, વધારાની લાઈન લંબાવાશે જે માટે 103 કરોડની જોગવાઈ.બનાસકાંઠામાં થરાદથી સીપુ ડેમ સુધી પાઈપલાઈન નાંખવા 225 કરોડની જોગવાઈ

ઉકાઈ જળાશય આધારિત સોનગઢ ઉચ્છલ નિઝર સિંચાઈ યોજના માટે 250 કરોડ રૂપિયાની જોગવાઈ

મિલો સાથે જોડાણ કરતી સદ્ધર સુગર મિલને સહાય આપવા માટે 25 કરોડની જોગવાઈ

ખેત ઉત્પાદનોને રેલવે સ્ટેશન કે એરપોર્ટ સુધી પહોંચાડવા સહાય માટે 10 કરોડની જોગવાઈ

એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ એકમોને સહાય માટે 34 કરોડની જોગવાઈ

દેશની પ્રથમ ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી પંચમહાલના હાલોલમા સ્થાપવા 12 કરોડની જોગવાઈ

બંદરો અને વાહન વ્યવહાર માટે 1397 કરોડની જોગવાઈ

7 નવા બસ સ્ટેશનો માટે 30 કરોડની જોગવાઈ

શહેરી વિકાસ માટે 13440 કરોડની જોગવાઈ

પાંજરાપોળોના વિકાસ માટે 100 કરોડની જોગવાઈ

ખેડૂતોને 0% વ્યાજે લોન આપવા માટે 1000 કરોડની જોગવાઈ

કૃષિ અને ખેડૂત કલ્યાણ માટે બજેટમાં 7423 કરોડની જોગવાઈ

શિક્ષણ વિભાગ માટે કુલ 31955 કરોડની જોગવાઈ

શાળાઓમાં સુવિધાઓ માટે 250 કરોડની જોગવાઈ

વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવા 200 કરોડની જોગવાઈ

સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે કુલ 24321 કરોડની જોગવાઈ

બેટી બચાવો બેટી ભણાવોને પ્રોત્સાહન આપતી લોકપ્રિય વ્હાલી દીકરી યોજના માટે રૂ. 50 કરોડની જોગવાઈ

આયુષ્માને ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માટે રૂ. 450 કરોડની જોગવાઈ

પૂરક પોષણ યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, બાળસખા યોજના, કસ્તુરબા પોષણ સહાય યોજના, પુર્ણા યોજના જેવી યોજનાઓ માટે રૂ. 2000 કરોડની માતબર રકમની જોગવાઈ

પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિકસીત જાતિના અને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય તથા ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા રૂ. 575 કરોડની જોગવાઈ

હોસ્પિટલ માટે આ વર્ષે રૂ. 50 કરોડની જોગવાઈ