બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિના વહીવટમાં ભ્રષ્ટાચારની ગંધ, તેમના પતિની સોફ્ટવેર કંપની સામે રાજ્ય સરકારની મોટી કાર્યવાહી...

કોરોનાની મહામારીનું સંકટ જ્યારથી ગુજરાતમાં આવ્યું ત્યારથી લાઈમ લાઈટમાં આવેલાં ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિથી ગુજરાત સરકાર નારાજ ચાલી રહી છે. આ ઉપરાંત તેમનાં વહીવટમાં ભ્રષ્ટાચારની ગંધ આવી હોય તેવી રીતે કાર્યવાહી કરાઈ છે. જયંતિ રવિના પતિ ગોપાલનની સોફ્ટવેર કંપની સામે રાજ્ય સરકારે મોટી કાર્યવાહી કરી છે.


ડો.જયંતિ રવિના પતિ રવિ ગોપાલનની માલિકીની કંપની આર્ગ્યુસોફટ પાસેથી આરોગ્ય વિભાગે લગભગ અઢી વર્ષ પહેલા ટેકો સોફટવેર નામના સોફટવેરની ખરીદી કરી હતી. આશા વર્કર બહેનોને ગામડાઓમાં જઈને ડેટા તૈયાર કરવાની કામગીરી સોંપાઈ હતી. તે માટે આ બહેનોને મોબાઈલ ફોન અપાયા હતા. જેમા જયંતિ રવિના પતિની કંપનીનું સોફટવેર હતું. જો કે તેનુ કોઈ ટેન્ડર બહાર પડયુ હતુ કે કેમ તેની કોઈને ખબર નથી. ઉપરાંત આ કંપનીને કેટલા નાણા કયારે અને કઈ રીતે ચૂકવાયા તે પણ રહસ્ય છે.


દરમિયાનમાં કોરોનાની સંપૂર્ણ કામગીરી પર ડો.જયંતિ રવિ દેખરેખ રાખી રહ્યાં છે. આથી તેઓએ તેમના સ્ટાફને સૂચના આપી હતી કે કોરોના સંદર્ભનો તમામ ડેટા આર્ગ્યુસોફટમા નાખી દેવો. જેથી કર્મચારીમા ગણગણાટ શરૂ થયો હતો.આખરે સરકારની સૂચનાને પગલે આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ આ કંપનીને કોન્ટ્રાકટ આપવા પર બ્રેક લગાવતો પરીપત્ર કરી દઈ ડો. જયંતિ રવિને મોકલી આપ્યો છે.




જેમા સ્પષ્ટ રીતે લખ્યું છે કે કોરોના સંક્રમિત વ્યક્તિના નિદાન, લેબોરેટરી, તપાસ, સારવાર વગેરે માટે જો ટેકોસોફટવેરમા ડેટા એન્ટ્રી દ્વારા મોનિટરીંગ કરવાનુ થાય તો કેટલીક બાબતોનુ ધ્યાન રાખવુ. આ બાબતે એપ્લિકેશન ડેવલપમેન્ટ માટે આ કંપની સાથે MOU કરવાના થાય તો વિભાગ કક્ષાએથી જરૂરી ઠરાવ થયા પછી જ અમલીકરણ થાય તે જરુરી છે.આથી આ અંગે સરકાર કક્ષાએથી પણ ઠરાવ જરુરી છે. બીજા શબ્દોમાં કહીએ તો હવે સરકારની મંજુરી વગર ડો. જયંતી રવિના પતિની કંપનીને કોઈ જ કોન્ટ્રકટ મળી શકશે નહીં.


સુત્રોના જણાવ્યા અનુસાર આરોગ્યમંત્રી નીતિન પટેલ અને સીએમ વિજય રૂપાણીએ આ સમગ્ર બાબતની તપાસ કરાવવી જોઇએ. અને આરોગ્ય કમિશ્નરને પોતના ઉપરી અધિકારી સચિવને આ પ્રમાણેનો પત્ર કેમ લખવાની ફરજ પડી તેની પણ તપાસ જરૂરી છે. એક તરફ ગુજરાતમાં લોકો કોરોનાથી ત્રાહિમામ છે ત્યારે સચિવને પોતાના પતિની એજન્સીને સંવેદનશીલ માહિતી કોરોનાના હજારો પેશન્ટની મળે તે પાછળનું કારણ શું હોઇ શકે..? ટેકો સોફ્ટવેર નામની એજન્સી શા માટે કોવિડ-19નું મોડ્યુલ તૈયાર કરવાનો ઇન્કાર કરે છેઅને કેટલા વર્ષથી સરકાર માટે કામ કરે છે…. આ તમામ વિગતો તપાસ માંગે છે.


જો સૂત્રોના આરોપમાં-આક્ષેપમાં સહેજ પણ તથ્ય હશે તો તેનો અર્થ એ થશે કે ગુજરાતમાં એક તરફ કોરોનાથી હજારો મરી રહ્યાં છે ત્યારે જયંતિ રવિને દર્દીઓના ડેટામાં કેમ રસ જાગ્યો છે….અને શા માટે આરોગ્ય સચિવને આ પત્ર લખવાની ફરજ પડી છે…? સવાલ અનેક જવાબ આરોગ્ય વિભાગ અને સરકાર પાસે હશે.