બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

લોકડાઉન વચ્ચે સમગ્ર રાજ્યમાં બે દિવસ હિટવેવની આગાહી, ગુજરાતીઓને અનુભવાશે કાળઝાળ ગરમી...


રાજ્યમાં એક તરફ કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે જેના કારણે સમગ્ર રાજ્યમાં લોકડાઉન કરવાની ફરજ પડી છે. જેના કારણે તમામ લોકો ઘરમાં બંધ છે. ત્યારે બીજી બાજુ જોવા જઈએ તો દિવસે ને દિવસે ગરમીના પ્રકોપમાં વધારો થઇ રહ્યો છે.


હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે અને આવતીકાલે અમદાવાદ, વડોદરા, સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ, ડીસાના ભાગમાં મહત્તમ ઉષ્ણ તાપમાન 41 ડીગ્રી સેલ્સિયસને પાર કરી શકે તેમ છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતમાં ઉત્તર પૂર્વની દિશાનો પવન છે. આગામી 2 દિવસમાં ગુજરાતમાં તાપમાન 3 ડીગ્રી સુધી વધતા હજુ પણ ગરમી અનુભવાશે. આ ઉપરાંત કચ્છ જીલ્લામાં હીટ વેવની શક્યતા છે. ગરમીમાં ખાસ કરીને બાળકો તેમજ વૃદ્ધોએ વધારે તકેદારી રાખવી પડશે.




આગામી 2 દિવસ દરમ્યાન અમદાવાદમાં તાપમાન 40 ડીગ્રીને પાર થઇ શકે તેની પુરેપુરી સંભાવના છે. હાલ અમદાવાદમાં બપોર બાદ ધોમધખતા તાપનો અનુભવ થઈ રહ્યો છે. આ ઉપરાંત હવામાન વિભાગે જણાવ્યું છે કે, જુનાગઢ, સુરત, ભુજમાં પણ ગરમીની શક્યતા સાથે તા.7/8 માં હવામાનમાં પલટો આવી શકે છે. વાદળછાયું વાતાવરણ રહે તેવી પણ શક્યતાઓ છે. તારીખ 13 થી 15 માં હવામાનમાં પલટો આવી શકે છે, અને તારીખ 17 સુધીમાં દેશના ઉત્તરીય પશ્ચિમ ભાગોમાં કમોસમી વરસાદ કે કરા પડી શકે તેમ છે.