બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

This browser does not support the video element.

રાજ્ય સરકાર નવી ભરતીના શિક્ષકોને આપવામાં આવતા પે ગ્રેડ સાથે ચેડાં કરશે તો કરાશે આંદોલન, પ્રવીણ રામ ની સરકારને ચીમકી...

રાજ્યમાં એક તરફ કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ રાજ્યની સરકારી શાળાના શિક્ષકોએ સરકારની નાકમાં દમ કરી નાખ્યો છે.

રાજ્યના સરકારી શાળાના શિક્ષકોનું 4200 પે ગ્રેડ આંદોલન સોશિયલ મીડિયા પર વેગવંતુ બન્યું છે તેમજ શિક્ષકોના આ આંદોલનને જન અધિકારી મંચના આંદોલનકારી પ્રવીણ રામે પણ ટેકો આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે 4200 ગ્રેડ પે ની જગ્યાએ 2800 ગ્રેડ પે કરવાની સરકારની માનસિકતાનો સોશિયલ મીડિયા પર ભારે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે પ્રવીણ રામે જણાવ્યું હતું કે જો 4200 ગ્રેડ પે ની જગ્યાએ 2800 ગ્રેડ પે કરવામાં આવે તો પહેલાના શિક્ષકો અને 2010 પછીના શિક્ષકોના વેતનમાં ભારે વિસંગતતા ઉભી થશે. સમાન કામ સમાન વેતનનું પણ ઉલ્લંઘન થશે અને સાથે સાથે 2010 પછીના શિક્ષકોને ભારે અન્યાય થશે,

પ્રવીણ રામે વધુમાં જણાવ્યું હતું કે, જો સરકાર આ વિષય પર વિશેષ ધ્યાન નહિ આપે તો સોશિયલ મીડિયા બાદ રોડ રોડ રસ્તા પર આંદોલન કરવામાં આવશે.