બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

This browser does not support the video element.

રાજકોટ જિલ્લામાં લોકડાઉનના લીરે લીરા, વેકેશન હોવા છતાં શાળામાં 100 જેટલા છાત્રોને બોલાવવામાં આવ્યા..

સમગ્ર રાજ્યમાં એકતરફ કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે બીજી તરફ તંત્ર દ્વારા તેના સામે લડવા કોઈ કસર છોડવામાં આવી રહી નથી. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા લોકડાઉનમાં 2 સપ્તાહ વધારો પણ કરવામાં આવ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લામાં લોકડાઉનના લીરે લીરા ઉડાડતા સમાચાર સામે આવ્યા છે.

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વાર્ષિક મૂલ્યાંકન કસોટીના પ્રશ્નપત્રો બાળકોના ઘર સુધી પહોંચાડવાનું કામ શિક્ષકોને સોંપવામાં આવ્યું છે ત્યારે રાજકોટ જિલ્લામાં લોકડાઉન હોવા છતાં શિક્ષકો દ્વારા શાળા શરૂ કરવામાં આવી છે. અને શાળામાં ધોરણ 1 થી 8 ના 100 જેટલા વિદ્યાર્થીઓને શાળામાં બોલાવવામાં આવ્યા હતા. જેનો વીડિયો વાયરલ થતા સમગ્ર માહિતી બહાર આવી છે. અત્યારે શાળામાં વેકેશન હોવા છતા સરકારી પ્રાથમિક શાળા શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે શાળાના શિક્ષકોએ વાર્ષિક મૂલ્યાંકન કસોટીના પેપરો લેવા માટે વિદ્યાર્થીઓને શાળામાં બોલાવ્યા હતા. ગુજરાત ન્યૂઝની ટિમ શાળાએ પહોંચતા તમામ વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી છે તેમજ આ સમગ્ર બાબતે શાળાના શિક્ષકો અને આચાર્યે મૌન સેવ્યું છે.

આ સમગ્ર બાબતે રાજકોટ જિલ્લા D.E.O દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને આની પાછળ જે કોઈ પણ જવાબદાર હોય તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.