ગુજરાતના લોકાયુક્ત પદે નવ નિયુક્ત થયેલ નિવૃત જસ્ટિસશ્રી રાજેશ એચ શુક્લાએ લીધા શપથ...
સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે જેને કારણે કેટલાય ધાર્મિક, સામાજિક તેમજ રાજકીય કાર્યક્રમો પર પણ તેની અસર થઈ છે. જેના કારણે રાજ્યમાં આજે જગન્નાથજીની 143 મી રથયાત્રા ફક્ત મંદિર પરિસરમજ ફેરવવામાં આવી હતી.
ત્યારે બીજી તરફ ગુજરાતના લોકાયુક્ત પદે નવ નિયુક્ત થયેલા નિવૃત જસ્ટિસશ્રી રાજેશ એચ શુક્લાને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવન ખાતે હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.
આ શપથવિધિમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉપસ્થિતિમાં વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ભાઈ ત્રિવેદી અને રાજ્યમંત્રી મંડળના સભ્યો તેમજ મુખ્ય સચિવશ્રી અનિલ મુકિમ, રાજ્ય વડી અદાલતના ન્યાયમૂર્તિઓ અને રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈ શપથ વિધિ સમારોહ પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિમાં સોશીયલ ડિસ્ટેન્સિંગના અનુપાલન સાથે સંપન્ન થયો હતો.