બહુ ચર્ચિત લોકરક્ષક દળની મહિલા ઉમેદવારોની ભરતી માટે નિમણૂક પત્ર આપવામાં આવશે...
રાજ્યમાં એકતરફ કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે ત્યારે લોકરક્ષક ભરતી દળના મહિલા ઉમેદવારોએ ક્યાંકને ક્યાંક આંદોલનનો રસ્તો પકડવાના એંધાણ દર્શાવ્યા હતા, રાજ્યની રૂપાણી સરકાર આવ્યા બાદ કોઈ પણ ભરતી પ્રક્રિયા નિર્વિવાદ પૂર્ણ થઇ હોય તેવું બન્યું નથી. એક તરફ કોરોનાના આંકડા દિવસે ને દિવસે વધી રહ્યા છે તો બીજી તરફ લોકરક્ષક દળની મહિલા ઉમેદવારો આંદોલનના મૂળમાં જોવા મળી રહી હતી, ક્યાંકને ક્યાંક આ આંદોલનને સમાવવા માટે બાકી રહેલા ઉમેદવારોને નિમણુક પત્ર આપવાની કામગીરી શરુ કરવામાં આવી છે.
રાજ્યમાં એલ.આર.ડી ભરતી મા આજથી બાકી રહેલા ઉમેદાવારો ને નિમણુંક પત્ર.આપવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવશે.ઘણા સમય.થી વિલંબમાં પડેલી પ્રક્રિયા નો આજે અંત આવ્યો છે.રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા કરેલી જાહેરાત થી ઉમેદાવરોમાં ખુશી જોવા મળી રહી.છે તમામ ઉમેદવારોને 15 જુલાઈ સુધીમાં મહિલાઓને તાલીમ માં હાજર થવા આદેશ સાથે નિમણૂક પત્ર આપવામાં આવનાર છે.