કોરોનાકાળમાં નવરાત્રી ને લઈ ને સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય..
મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી એ પ્રવર્તમાન વિશ્વ વ્યાપી કોરોના મહામારી ને કારણે આ વર્ષે આગામી નવરાત્રી એટલે કે 17 થી 25 ઑક્ટોબર દરમ્યાન રાજ્ય સરકાર દ્વારા ઉજ્વાનારો રાજ્ય કક્ષા નો નવરાત્રી મહોત્સવ નહિ ઉજવવા નો નિર્ણય કર્યો છે,
મુખ્યમંત્રીએ વિશાળ જનહિતમાં આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.મુખ્યમંત્રીના આ નિર્ણય મુજબ રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ઉજવવામાં આવતો રાજ્ય કક્ષા નો પરંપરાગત નવરાત્રી મહોત્સવ આ વર્ષે ઉજવવામાં આવશે નહિ.