બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

રાજ્યના ગૃહ વિભાગના એક નિર્ણયથી ફફડી ઉઠ્યા ગુનેગારો, હવે ખુબજ ઝડપી બનશે પોલીસની કામગીરી...

રાજ્યના પોલીસ કોન્સ્ટેબલને લઇને ગાંધીનગર ગૃહવિભાગે સૌથી મોટો નિર્ણય લીધો છે. રાજ્યમાં હવે પોલીસ કોન્સ્ટેબલ પણ ગુનાની તપાસ કરી શકશે. પોલીસ પર કેસના ભારણ વધતા ગૃહ વિભાગે નિર્ણય લીધો છે. જે મુજબ હવે પોલીસ કોન્સ્ટેબલ પણ ગુનાની તપાસ કરી શકશે.



મહત્વનું છે કે, અત્યાર સુધી હેડ કોન્સ્ટેબલ, ઉપરી અધિકારીઓ તપાસ કરી શકતા હતા. પરંતુ હવે પોલીસ કોન્સ્ટેબલને તપાસ કરવાની સત્તા અપાતા કેસની ઝડપી તપાસ થશે અને ફરિયાદીઓને જલ્દી કાર્યવાહીનું પરિણામ મળી શકશે.



પોલીસ પર કેસના ભારણ વધતા રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે, તપાસનું ભારણ ઘટાડવા તેમજ યોગ્ય તાપસ થઈ શકે તે માટે રાજ્યના DGP દ્વારા સરકારને રજુઆત કરવામાં આવી હતી અને આ રજૂઆતને ધ્યાને લઈ રાજ્યના ગૃહ વિભાગે આ મહત્વનો નિર્ણય કર્યો છે.