બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

કોરોનાના કહેર વચ્ચે માનવતાની મિશાલ એવા દાહોદમાં ફરજ બજાવતા PSI પી.કે.જાદવ, ખુદ મુખ્યમંત્રીએ કર્યા વખાણ...

રાજ્યમાં કોરોના વાયરસના સંકટ સામે સરકાર સતર્ક થઇ ગઈ છે, દરેક લોકો ઘરમાં બેસીને કોરોના સામે લડી રહ્યા છે ત્યારે બીજી તરફ અનેક એવા સરકારી કર્મચારી જે પોતાના જીવના જોખમે કોરોના સામે લડત આપી રહ્યા છે. જેમાં ખાસ કરીને આરોગ્ય વિભાગ, પોલીસ કર્મચારીઓ, સફાઈ કર્મીઓ, મીડિયા કર્મીઓ તથા અન્ય જરૂરી વિભાગના કર્મીઓ કે જે પોતાની અને પોતાના પરિવારની જરા પણ પરવાહ કર્યા વગર હાલ પોતાની ફરજ બજાવી રહ્યા છે.  આવામાં ગુજરાતના એક જાંબાઝ પોલીસકર્મીના વખાણ કરવા પડે. જેઓ પોતાના મોટાભાઈની અંતિમ વિધિ પૂર્ણ કર્યા બાદ તુરંતજ ફરજ પર હાજર થઇ ગયા હતા. આવા જાંબાઝ PSI પી.કે.જાદવ જે પોતાની જવાબદારી સમજીને તેઓ કામે લાગી જતા ખુદ મુખ્યમંત્રીએ પણ ટ્વીટ કરી તેમના વખાણ કર્યા હતા. 


દાહોદ ખાતે ફરજ બજાવતા PSI પી.કે.જાદવના મોટાભાઈનું 24 માર્ચ 2020ના રોજ અવસાન થયું હતું. મોટાભાઈની અંતિમવિધિ પૂરી કરી પરિવારને સાંત્વના આપી PSI પી.કે.જાદવ અમદાવાદથી તુરંતજ કોરોના સામેની લડાઈમાં દાહોદ ફરજ પર હાજર થઇ ગયા હતા. PSI ની આ કામગીરી અંગે મુખ્યમંત્રીએ તેમની સાથે ટેલીફોનીક વાતચીત કરી તેમની આ કામગીરીની સરાહના કરી હતી. તેમજ તેમની તસ્વીર ટ્વીટ કરી હતી. જેથી અન્ય લોકો જાગૃત થાય અને પોલીસની આ સરાહનીય કામગીરી સમજી શકે. 

દેશમાં લોકડાઉનની પરિસ્થિતિમાં આવા પોલીસકર્મીઓની સરાહનીય કામગીરીને 25KALAK બિરદાવે છે.