બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

રાજ્યમાં ભારે વરસાદના કારણે 131 રસ્તાઓ થયા બંધ, જાણો કયા કયા રસ્તાઓનો થાય છે સમાવેશ...

સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર ભારે થી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્યના કેટલાય રસ્તાઓ બિસ્માર હાલતમાં તો કેટલાય રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. રાજ્યમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે અમુક વિસ્તારોમાં પુરની સ્થિતિ સર્જાઈ છે જ્યારે પાણીના કારણે કેટલાક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં ભારે વરસાદના કારણે 131 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે જેમાં કચ્છનો નેશનલ હાઈવનો પણ સમાવેશ થાય છે. જ્યારે રાજ્યના 7 સ્ટેટ હાઈવે બંધ છે તેમજ પંચાયત હસ્તકના કુલ 119 રસ્તાઓ બંધ છે.

જાણો કયા કયા રસ્તાઓનો થાય છે સમાવેશ
ટોટલ -131 જે પૈકી
NH-1, કચ્છ-1
State-11, SH-7, MDR-3, ODR-1

સ્ટેટ હાઇવે
આણંદ-1, કચ્છ-1, ભરૂચ-1, સુરત-1, જૂનાગઢ-1, પોરબંદર-1, ગીર સોમનાથ-1

MDR
આણંદ-1, વડોદરા-1, વલસાડ-1
ODR
વલસાડ-1

પંચાયત-119 બંધ જે પૈકી
અરવલ્લી-4, આણંદ-2, સાબરકાંઠા-1, કચ્છ-1, પાટણ-1, વડોદરા-9, નર્મદા-13, ભરૂચ-8, સુરત-20, તાપી-7, નવસારી-21, વલસાડ-8, ડાંગ-6, રાજકોટ-1, મોરબી-2, દેવભૂમિ દ્વારકા-1, સુરેન્દ્રનગર-1, જૂનાગઢ-9, પોરબંદર-4