રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 170 તાલુકામાં મેઘ મહેર, જાણો ક્યાં કેટલો વરસાદ નોંધાયો...
સમગ્ર રાજ્યમાં એકતરફ કોરોના વાયરસે કહેર મચાવ્યો છે ત્યારે બીજી તરફ ગઈ કાલ સાંજથી જ હવામાન વિભાગની આગાહી અનુસાર સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. રાજ્યના લગભગ મોટા ભાગના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી રહી છે.
રાજ્યમાં મેઘમહેરની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં 170 તાલુકામા વરસાદ નોંધવામાં આવ્યો છે. જેમાંથી સૌથી વધુ વરસાદ સુરત ના ચોર્યાસી માં સાડા પાંચ ઇંચ વરસાદ નોંધવામાં આવ્યો છે આ સાથે જ નવસારીના ચીખલી અને ગણદેવી મા 5 ઇંચ વરસાદ, વલસાડ તાલુકામા સાડા ચાર ઇંચ વરસાદ, નવસારી, જલાલપોર અને ખેરગામ તાલુકા મા પણ સાડા ચાર ઇંચ વરસાદ નોંધવામાં આવ્યો છે.
આ ઉપરાંત સાબરકાંઠા ના તલોદ તાલુકા અને પાટણ તાલુકા મા 4-4 ઇંચ વરસાદ નોંધવામાં આવ્યો છે તેમજ હજી આગામી દિવસોમાં સારો વરસાદ નોંધાઇ શકે છે. રાજ્યના 39 તાલુકાઓ મા 1 થી 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે સાથે જ રાજ્યમાં સિઝનનો 88.55 ટકા વરસાદ થયો છે.
ઝોન વાઇઝ વરસાદ
- સૌરાષ્ટ્ર મા 119 ટકા વરસાદ થયો
- દક્ષિણ ગુજરાત મા 81.68 ટકા વરસાદ થયો
- મધ્ય પૂર્વ ગુજરાત માં 68.02 ટકા વરસાદ થયો
- ઉત્તર ગુજરાત મા 65.21 ટકા વરસાદ થયો
- રાજ્યમાં માત્ર 4 તાલુકાઓ મા 10 ઇંચ થી ઓછો વરસાદ