બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

આજી 1 ડેમ ઓવરફ્લો થતા તેના નીરને મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં બેઠા બેઠા વધાવ્યું...

સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. રાજ્યના લગભગ તમામ જિલ્લામાં સારો વરસાદ જોવા માંડ્યો છે ત્યારે રાજ્યના કેટલાય તળાવો અને ડેમોમાં નવા નીરની આવક થઇ છે, લોકો તેને વધાવી પણ રહ્યા છે, ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં મેઘરાજા મનમુકીને વર્ષી રહ્યા છે જેના કારણે રાજકોટમાં આવેલો આજી 1 ડેમ છલકાઈ ગયો છે. જેના વધામણાં રાજ્યના મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં બેસીને વીડિયોના માધ્યમથી કાર્ય હતા.




ગઇ કાલે સાંજે રાજકોટ શહેરને આખા વર્ષનું પાણી પુરતો આજીડેમ 1 ઓવરફલો થતા. આજ રોજ ગાંધીનગર થી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિડીયોકોન્ફરન્સના માધ્યમ થી નિરના વધામણા કર્યા હતા.આ ક્ષણે રાજકોટના સતાધીશો અને પદાધિકારીઓ તેમાં જોડાયા હતા .આખા રાજકોટ શહેરમાં આનંદનો માહોલ છવાયો હતો.




ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડતો આજી ડેમ ઓવરફ્લો થતા રાજકોટવાસીઓમાં આનંદની લહેર જોવા મળે છે. આ ઉપરાંત રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર ગુજરાતમાં હવે "પાણીનો દુષ્કાળ ભૂતકાળ બનશે". આગામી વર્ષ 2022 સુધીમાં રાજ્યના તમામ ઘરોમાં "નલ સે જલ યોજના" અંતર્ગત નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી અપાશે.