બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

મનસુખ માંડવીયાના પ્રયાસોથી ફરી શરૂ થશે રો-રો ફેરી સર્વિસ.. મુસાફરીના સમયમાં આશ્ચર્યજનક ઘટાડો..

ગુજરાતમાં છેલ્લા અનેક વર્ષોથી ચર્ચામાં રહેલા રો- રો ફેરી પ્રોજેક્ટ વર્ષ ૨૦૧૭ માં સાકાર થયો હતો પરંતુ રો- રો ફેરી સેવા શરુ થઇ ત્યારબાદ અનેક વિઘ્નના કારણે ઘણા ઓછા સમય માટે ચાલી શકી હતી, જેના કારણે રાજ્ય સરકારની ઘણી ટીકા થઇ હતી. ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા સાઈટ પસંદગી ખોટી કરવામાં આવતા અંતે આ પ્રોજેક્ટ કેન્દ્ર સરકાર હસ્તગત કરી દેવામાં આવ્યો હતો.



વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ રો-રો ફેરી સર્વિસ ફરીથી શરુ થવાની તૈયારીમાં છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ આ પ્રોજેક્ટ શરુ થાય તે માટે વિશેસ રસ લેતા ૧૫ જ દિવસમાં દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના ચેરમેન સંજય મહેતા તેમજ ચીફ એન્જીનીયર સહિતની ટીમે જમીનોનો સર્વે કરાવી પ્રોજેક્ટ તૈયાર કર્યો અને ટેન્ડર બહાર પાડી દીધું હતું.
એસ્સાર હજીરા, અદાણી હજીરા પ્રા લિ. તેમજ રાજલક્ષ્મીએ આ ટેન્ડરમાં ભાગ લીધો હતો, જેમાં એસ્સારે ૩.૭૫ કરોડ રૂપિયાની બીડ ભરી હતી તો અદાણીએ માત્ર ૧૧ રૂપિયા ૧૧ મહિનાની લીઝ માટેની બીડ ભરી હતી તો રાજલક્ષ્મી ગેરલાયક ઠર્યું હતું.



અદાણી હજીરા પ્રાઈવેટ લિમિટેડ ટેમ્પરરી જેટી, લીનક સ્પાન, પોન્ટુન, મુસાફર ટર્મિનલ, પાર્કિંગ પ્લોટ, વે- બ્રીજ, ટગ, સિક્યુરીટી અને ડ્રેજીંગ કરી ૬ મીટરનો ડ્રાફ્ટ મેઇન્ટેઈન કરશે.



રો રો ફેરી સર્વિસ યોગ્ય રીતે કાર્યરત રહી શકે તે માટે સમુદ્રમાં પાણીની ઊંડાઈ કમસેકમ 5.5 મીટર જેટલી મેઇન્ટેઇન રહેવી જરૂરી છે, જે રો-રો ફેસિલેટર અદાણીની જવાબદારીમાં આવશે.



ઉલ્લેખનીય છે કે સુરતમાં લાખો સૌરાષ્ટ્રવાસીઓ વસે છે અને રોજ હજારો લોકો સુરતથી સૌરાષ્ટ્ર અવરજવર કરે છે ત્યારે જમીન માર્ગે ખંભાતનો અખાત ફરીને ખુબ લાંબી સફર ખેડવી પડતી હોય છે ત્યારે રો- રો ફેરી દ્વારા અનેક કિલોમીટરોનું અંતર કપાઈ જશે તેમજ ઇંધણની પણ બચત થશે.



ભાવનગર જિલ્લાના ઘોઘાથી ભરૂચ જિલ્લાના હજીરા વચ્ચે ૫૭ દરિયાઈ નોટીકલ માઈલનું અંતર છે, અગાઉ રો રો ફેરીમાં આ અંતર કાપતા દોઢ કલાક અને દહેજથી સુરત પહોંચતા ૩:૩૦ કલાક એમ કુલ ૫ કલાક જેટલો સમય થઇ જતો. ત્યારે હવે આ અંતર માત્ર ૪ કલાકમાં જ કાપી શકાશે.