બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ધરા ધ્રૂજી, જાણો રૂપાણી સરકારે તાબડતોડ કલેક્ટરોને શુ આદેશ કર્યો...

સમગ્ર રાજ્યમાં કુદરતે કહેર મચાવ્યો છે, એક બાજુ કોરોના વાયરસનો કહેર એક બાજુ વરસાદનું રૌદ્ર સ્વરૂપ તો હવે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે. ગઈકાલ સાંજથી રાજ્યમાં વરસાદે મજા મૂકી હતી ત્યારે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે.

મળતી વિગતો અનુસાર રાજકોટ, ગોંડલ, અમરેલી, સુરેન્દ્રનગર સહિતના સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર દોડી ગયા હતા. ભૂકંપના આંચકા સવારે 7.40 કલાકે અનુભવાયા હતા, જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજકોટથી 22 કિ.મી દૂર નોંધવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સવારે સૌરાષ્ટ્રમાં  અનુભવાયેલ 4.8 ની તીવ્રતાના ભૂકંપ ના આંચકા ની વિગતો રાજકોટ અમરેલી અને સુરેન્દ્રનગરના  જિલ્લા કલેકટરો પાસેથી  ટેલીફોનીક વાતચીત કરીને મેળવી હતી. તેમજ છેવાડા ના ગામો સુધી પણ આ ભૂકંપ ના આંચકાઓને  કારણે જો કોઈ નુકસાન થયું હોય તો તેની ત્વરાએ વિગતો મેળવીને સત્વરે યોગ્ય કાર્યવાહી કરવાની  સૂચનાઓ  પણ કલેકટરોને આપવામાં આવી છે.