બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

This browser does not support the video element.

કોરોના કહેર વચ્ચે ખાનગી શાળાઓની મનમાની યથાવત, શાળાની મનમાનીને લઈને NSUI મેદાને...

રાજ્યમાં કોરોનાના કારણે બે મહિના જેટલું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું અને હવે ધીરે-ધીરે અનલોક અમલી કરાઈ રહ્યું છે. જો કે હજી પણ રાજ્યમાં અનેક લોકોની આર્થિક સ્થિતિ સ્થિર થઈ નથી.. છતાં કેટલીક ખાનગી શાળાઓ બેફામ બની વાલીઓને ફી બાબતે વારંવાર ટકોર કરી રહી છે. મહત્વનું છે કે આવી કપરી પરિસ્થિતિમાં પણ અમદાવાદની ખાનગી શાળાઓની મનમાની સતત સામે આવી રહી છે. જો કે ખાનગી શાળાઓની મનમાનીના સામે NSUIના કાર્યકર્તાઓએ આવેદન પત્ર આપ્યું છે.




મહત્વનું છે કે લોકડાઉન અને કોરોનાના બેવડા મારના કારણે શહેરના અનેક લોકોની આર્થિક પરિસ્થિતિ કફોડી બની છે દરમિયાન અમદાવાદની અનેક ખાનગી શાળાઓ બેફામ બની ફીની ઉઘરાણી કરતી હોય તેવી ઘટના સામે આવી છે ત્યારે આજે અમદાવાદની વધુ એક શાળા દ્વ્રારા ફી ઉઘરાવવામાં આવતા NSUI દ્વ્રારા શાળાના ટ્રસ્ટીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.. તો વિદ્યાર્થીઓ અને NSUIએ ફી માફ કરવા સ્કૂલના ટ્રસ્ટીને આવેદનપત્ર પાઠવ્યું હતું.




ઉલ્લેખનીય છે કે લોકડાઉનના કારણે ધંધા રોજગાર બંધ થતા લોકોની આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ છે. અને સરકાર દ્વ્રારા પણ ખાનગી શાળાઓને ફી ન ઉઘરાવવા સૂચન આપવામાં આવ્યું છે છતાં કેટલીક ખાનગી શાળાઓ સરકારના આદેશ અને સૂચનોનું ઉલ્લંઘન કરી પોતાની મનમાની કરે છે આવી શાળાઓ સામે સરકાર કેવા પગલા ભરશે કે નહીં તે પણ સવાલ છે.