બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ધોરણ 12ની સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા આજથી શરૂ

28 સપ્ટેમ્બર સોમવારથી રાજ્યના 34 જિલ્લા કેન્દ્રો પર ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાની શરૂઆત થશે. 28 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબર દરમિયાન અંદાજે 34 કરતા વધુ વિષયોમાં 1.24 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પહેલીવાર બે વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપશે.

એક ક્લાસમાં માત્ર 20 વિદ્યાર્થીને જ પ્રવેશ અપાશે. જો કોઇ વિદ્યાર્થીના શરીરનું તાપમાન વધુ આવશે તો તે સ્કૂલમાં તૈયાર કરાયેલા આઇસોલેશન વોર્ડમાં પરીક્ષા આપી શકશે. પેપર દરમિયાન જો તાપમાનમાં ઘટાડો નહીં થાય તો તેની જાણ નજીકના આરોગ્ય સેન્ટરને કરાશે.